નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યુ કે, ગૂગલને જીયો પ્લેટફોર્મ્સમાં સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવવામાં આવ્યું છે. ગૂગલ જીયો પ્લેટફોર્મ્સમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.7 ટકા ભાગીદારી ખરીદશે. રિલાયન્સની 43મી એજીએમને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે  ગૂગલની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ રીતે અત્યાર સુધી 14 કંપનીઓ જીયોમાં રોકાણ કરી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણીએ કોરોનાને ઈતિહાસનું સૌથી મોટુ સંકટ જણાવતા આશા વ્યક્ત કરી કે ભારત અને વિશ્વ જલદી તેમાંથી બહાર નિકળવામાં સફળ રહેશે. તેમણે કહ્યું કે, 50 લાખ યૂઝરોએ જીયોમીટને ડાઉનલોડ કર્યું છે. તેને જીયોની યુવા ટીમે હાલમાં વિકસિત કર્યું છે. તેમણે કહ્યું કે, જીયોએ ઘરેલૂ ટેકનિકથી 5જી સોલ્યૂશન વિકસિત કર્યું છે અને બીજા દેશોમાં તેની નિકાસ કરી છે. અંબાણીએ તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત કર્યું છે. તેમણે કહ્યું કે, જીયો ફાઇબરથી 10 લાખ કરતા વધુ ઘરો જોડાઇ ગયા છે.તેમણે કહ્યું કે, કંપની માટે નાણા ભેગા કરવાનું લક્ષ્ય હાસિલ થઈ ગયું છે. કંપનીએ જીયો, રાઇટ્સ ઇશ્યૂ અને બીપીથી 212809 કરોડ રૂપિયા કમાયા છે. 


બાયજૂસને ટક્કર આપશે ઇમ્બાઇબ
આ તકે કંપનીએ લર્નિંગ એપ ઇમ્બાઇબ લોન્ચ કરવાની જાહેરાત કરી જે બાયજૂસને મોટી ટક્કર આપશે. કોરોના દરમિયાન 200થી વધુ શહેરોમાં જીયોમાર્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે, જીયોમાર્ટ કરિયાણાનું વિશ્વાસપાત્ર સોલ્યૂશન બનીને ઉભર્યું છે. કંપનીએ ઓડિયો-વીડિયો માટે જીયોગ્લાસ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. 


શું દુનિયામાં સૌથી ધનિક બનવાના છે અંબાણી?, એક જ દિવસમાં જાણો ક્યાંથી ક્યાં પહોંચ્યા


દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ વર્યુઅલ એજીએમ શરૂ થઈ ગઈ છે. કોરોના કાળમાં વધુમાં વધુ શેરહોલ્ડર ભાગ લે તે માટે રિલાયન્સે જોરદાર તૈયારીઓ પણ કરી હતી. સોમવારે રિલાયન્સે એક ખાસ વર્ચુઅલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. 


કોરોના કાળમાં નવી ઉંચાઈ પર રિલાયન્સ
કોરોના સંકટ કાળમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એક બાદ એક ઘણી સફળતા મળી છે. રિલાયન્સ જીયો પ્લેટફોર્મ્સને વૈશ્વિક સ્તર પર 1 લાખ કરોડથી વધુનું રોકાણ મળી ચુક્યુ છે. મહત્વનું વાત છે કે આ રોકાણમાં ફેસબુક જેવી કંપનીઓ સામેલ છે. આ રોકાણની મદદથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેવા મુક્ત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેવા મુકત થવા માટે માર્ચ 2021 સુધીની ડેડલાઇન રાખી હતી. કહેવાનો અર્થ છે કે કંપની સમયથી આશરે 9 મહિના પહેલા દેવા મુક્ત થઈ ગઈ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube