`દુનિયાને બદલવાની` યાદીમાં Jio ટોપ પર, ફોર્ચ્યૂને જાહેર કરી યાદી
રિલાયન્સ જિયો (Reliance Jio) ની હાઇસ્પીડ ઇન્ટરનેટ સર્વિસ જિયો ગીગા ફાઇબર (Jio GigaFiber)ની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી. જિયોની ફાઇબર-ટૂ-હોમ (FTTH) બ્રોડબેંડ સર્વિસ માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે.
ન્યૂયોર્ક: સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો, ફોર્ચ્યૂનની 'દુનિયા કો બદલો' (ચેંજ ધ વર્લ્ડ) યાદીમાં ટોચ પર રહી છે. આ યાદીમાં ફાયદાના ઉદ્દેશ્યથી કામ કરી દુનિયાને મદદ કરવા અને સામાજિક સમસ્યાને હલ કરવામાં સહયોગ કરનાર વૈશ્વિક કંપનીઓને રેકિંગ આપવામાં આવે છે.
અલીબાબા યાદીમાં પાંચમા સ્થાને
જિયો ફોર્ચ્યૂનની આ યાદીમાં ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ મર્ક તથા બેંક ઓફ અમેરિકાથી આગળ રહી છે. ચીનના સમૂહ અલીબાબા યાદીમાં પાંચમા સ્થાન પર રહી છે. તો બીજી તરફ ખાદ્ય તથા દવા સ્ટોર ક્રોગર યાદીમાં છઠ્ઠા, ઔદ્યોગિક મશીનરી કંપની એબીબી આઠમા તથા નેટવર્ક તથા સંચાર ક્ષેત્રની દિગ્ગજ હ્યૂજેજ નેટવર્ક સિસ્ટમ દસમા સ્થાન પર રહી છે. ફોર્ચ્યૂને કહ્યું 'જો ઇન્ટરનેટ સુધી પહોંચને મૂળ અધિકાર ગણવામાં આવે, તો રિલાયન્સ જિયોને તેનો સૌથી વધુ શ્રેય જાય છે, જેણે તેની પહોંચને વધારી છે.'' સંયુક્ત રાષ્ટ્રે 2016ના ઉનાળામાં તેને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો.
2016માં લોંચ થઇ Jio
જિયો આ ક્ષેત્રમાં સપ્ટેમ્બર, 2016માં ધમાકા સાથે ઉતરી હતી. તેણે મફત કોલ અને ડેટાની ઓફર કરી પોતાના પ્રતિદ્વંદ્રીઓને વિલય કરવા અથવા બહાર કાઢવા પર મજબૂર કરી દીધા હતા. ત્યારબાદ જિયોના ગ્રાહકોની સંખ્યા 2.15 કરોડ સુધી પહોંચી ચૂકી છે અને હવે કંપની ફાયદામાં છે. ફોર્ચ્યૂને કહ્યું કે અંબાણીનું કહેવા માંગશે તેમણે જનતાને ડિજિટલ ઓક્સિજન આપ્યો છે. બે વર્ષ પહેલા6 દુનિયાની આ બીજી સૌથી મોટી વસ્તીવાળા દેશમાં વધુ ઓક્સિજન ન હતો.
15 ઓગસ્ટથી Jio GigaFiberનું રજિસ્ટ્રેશન શરૂ
રિલાયન્સ જિયો (Reliance Jio) ની હાઇસ્પીડ ઇન્ટરનેટ સર્વિસ જિયો ગીગા ફાઇબર (Jio GigaFiber)ની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી. જિયોની ફાઇબર-ટૂ-હોમ (FTTH) બ્રોડબેંડ સર્વિસ માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. જો તમે પણ જિયો ગીગા ફાઇબર માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇચ્છુક છો તો જિયોની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. Jio GigaFiber ને ઓલ-ઇન-વન સોલ્યૂશન બ્રોડબ્રેંડ, આઇપીટીવી, લેંડલાઇન અને વર્ચુઅલ રિયલ્ટી ગેમિંગના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલો મોકો છો જ્યારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ બ્રોડબેંડ માર્કેટમાં ઉતરી રહી છે.
1Gbps ની હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ મળશે
જિયો ગીગા ફાયબર (Jio GigaFiber) નું રજિસ્ટ્રેશ કરી યૂજર્સ જોઇ શકશે કે જિયોની બ્રોડબેંડ સુવિધા લેવા માટે ઇચ્છુક છે. કંપની તરફથી જિયો ગીગા ફાઇબરને જૂલાઇમાં એજીએમ દરમિયાન લોંચ કરવામાં આવે હતી. કંપનીનું કહેવું છે કે આ સર્વિસના માધ્યમથી યૂજરને 1Gbps હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ મળશે. અત્યારે તમારા માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. જે શહેરમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન હશે, ત્યાં સૌથી પહેલાં જિયો ગીગા ફાઇબર સર્વિસની શરૂઆત કરવામાં આવશે. એજીએમમાં આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે Jio GigaFiber એકસાથે 1100 શહેરોમાં શરૂ કરવામાં આવશે.