રિલાયન્સના આ સ્ટોકે ઈન્વેસ્ટરોને રોડ ઉપર લાવી દીધા, 275 રૂપિયાનો શેર 15 રૂપિયા પર આવી ગયો
શેર બજારમાં અનેક કંપનીઓએ રોકાણકારોને કંગાળ પણ બનાવ્યા છે. જેમાંથી એક કંપની રિલાયન્સ પાવર છે. એક સમયે આ કંપનીનો દબદબો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે તેના ભાવ તળિયે પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ શેર બજારમાં અનેક શેર એવા હોય છે જે લોકોને કરોડપતિ બનાવી દેતા હોય છે. મલ્ટીબેગર સ્ટોકે ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. પરંતુ શેર બજારમાં ઘણી કંપની એવી હોય છે, જેમાં રોકાણ કરીને ઈન્વેસ્ટરો રોડ પર આવી ગયા છે. એક સમયે આ કંપનીના શેરનો દબદબો જોવા મળતો હતો પરંતુ હવે તેના ભાવ તળિયે પહોંચી ગયા છે. આવો એક શેર રિલાયન્સ પાવરનો છે. એક સમય હતો જ્યારે આ શેર ખરીદવા માટે ઈન્વેસ્ટરોમાં ઉત્સાહ જોવા મળતો હતો. પરંતુ હવે આ શેરના ભાવ ખુબ ઘટી ગયા છે. જેથી હવે ઈન્વેસ્ટરો તેમાં રોકાણ કરવા ઈચ્છતા નથી.
રોકાણકારોને બનાવ્યા કંગાળ
જે રિલાયન્સ પાવરના શેરની કિંમત 2008માં 275 રૂપિયા નજીક હતી. તે શેર આજે 15.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. અત્યાર સુધી આ શેરમાં 94 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે. જેણે 2008માં રિલાયન્સ શેરમાં મોટું રોકાણ કર્યું હતું તે ઈન્વેસ્ટરોએ આજે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ 14 વર્ષ અને 40 હજારના બની ગયા 1 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે આ શેર?
રિલાયન્સ પાવરના આજના ભાવની એટલે કે 19 જુલાઈની વાત કરીએ તો કંપનીનો શેર 15.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આજે રિલાયન્ય પાવરના શેરમાં 0.45 પૈસા એટલે કે 2.96 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ શેરનો 52 વીક હાઈ 25 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 9.05 રૂપિયા છે. ઓલઓવર આ શેર પોતાના ઓલ ટાઈમ હાઈથી 94 ટકા જેટલો નીચો આવી ગયો છે.
કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે રિલાયન્સ પાવરનું નબળું સેલ્સ તેની પાછળ મોટુ કારણ છે. નબળા સેલ્સને કારણે રિલાયન્સ પાવરના શેરરમાં તેજી જોવા મળી રહી નથી. કંપનીના શેરમાં સતત ઘટાડાને કારણે તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે.
આ પણ વાંચોઃ ₹634 નો શેર તૂટીને ₹3 પર આવી ગયો, ઈન્વેસ્ટરોને માથે હાથ મુકી રડાવ્યા
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube