નવી દિલ્હી: કોવિડ 19ના પ્રકોપની વચ્ચે લાગેલા લોકડાઉનના કારણે આ વર્ષે કેન્દ્ર સરકારે પરિવહનના નિયમોમાં 31 ડિસેમ્બર સુધી છૂટ આપી હતી. આ કારણે પરિવહન વિભાગે માર્ચ 2020 બાદથી એક્સપાયર થઇ ચૂકેલા ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી અને ફિટનેસ પ્રમાણપત્રવાળા વાહનો પર કોઇ કાર્યવાહી કરી નથી. જોકે 31 ડિસેમ્બર બાદથી એક્સપાયર લાઇસન્સ રાખનાર વિરૂદ્ધ કાર્યવાહી થશે. જોકે તમારા લાઇસન્સ અને આરસીની વેલિડિટી પુરી થઇ ચૂકી છે તો નવા વર્ષ પહેલાં તેને રિન્યૂ કરાવી લો નહીતર વાહન ચલાવનારની મુશ્કેલીઓ વધી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Alert! WhatsApp પર આ મેસેજ આવે તો થઇ જજો સાવધાન! નહીતર ખાલી થઇ જશે Bank Account


લાઇસન્સ વિના વાળા પર લાગશે 5 હજારનો દંડ 
નવા મોટર વાહનના નિયમો અનુસાર જો કાર અથવા દ્વિચક્રી વાહન ચાલક પાસે વૈધ લાઇસન્સ નથી અથવા તેમના ડીએલની વેલિડિટી સમાપ્ત થઇ જાય છે તો પકડાઇ જતાં 5 હજાર રૂપિયાનો દંડ લાગી શકે છે. પરિવહન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર જો રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે 31 ડિસેમ્બર બાદ ટ્રાફિક નિયમોમાં છૂટ વધારી નહી તો ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Today Gold Price: ચાંદીમાં ભાવમાં થયો 2000 રૂપિયાનો ઉછાળો, સોનું પણ થયું મોંઘું


આ પ્રકારે રિન્યૂ અને ડીએલ અને આરસી
જો તમારા ડીએલ અને આરસીને રિન્યૂ કરવા માંગે છે તો તેના માટે તમારે પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ parivahan.gov.in પર વિઝિટ કરવી પડશે. ત્યારબાદ તમારે સાઇટ પર ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસના ઓપ્શનમાં પર ક્લિક કરવું પડશે. તેને ક્લિક કરતાં જ તમારી પાસે ડીએલ નંબરની ડિટેલ પૂછવામાં આવશે. તેને ફિલ કર્યા બાદ જરૂરી દસ્તાવેજોને અપલોડ કરવા પડશે અને પછી કોઇ નજીકના આરટીઓ કાર્યાલય જઇને સ્લોટ બુક કરવા માટે પેમેન્ટ કરવું પડશે. આરટીઓ કાર્યાલયમાં તમારે બાયોમેટ્રિક ડિટેલ્સની તપાસ કરાવવી પડશે અને તમારા દસ્તાવેજોને વેરિફાઇ કરાવવા પડશે. ત્યારબાદ તમારું લાઇસન્સ રિન્યૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે ઠીક આ જ પ્રકારે તમે તમારી આરસીને પણ રિન્યૂ કરી શકો છો.   


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube