નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક તબક્કામાં નફામાં 8.82 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે જે 10,251 કરોડ રૂપિયા જેટલો છે. આ મામલે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ યુબીએસ (UBS)એ કહ્યું છે કે મુકેશ અંબાણીના વડપણવાળી RILમાં એમેઝોન કે અલીબાબા જેવી કંપનીને પછાડવાની ક્ષમતા છે. યુપીએસએ પોતાના 100 પાનાના રિપોર્ટમાં કહ્યું છે કે RIL 
ટેલિકોમ્યુનિકેશન તેમજ મીડિયાની માર્કેટનું નેતૃત્વ લઈ શકે છે તેમજ ઇ કોમર્સ ક્ષેત્રના માર્કેટનો મહત્વપૂર્ણ હિસ્સો બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2019: બજેટ 2019 ખેડૂતો માટેનું હશે, કૃષિ મંત્રીએ કર્યો મોટો ખુલાસો


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની સફળતા ખાસ પ્રકારની રણનીતિ પર આધારિત હશે અને એેને ઘરેલુ કંપની હોવાનો લાભ મળશે. આ લાભને કારણે જ અલીબાબાને ચીનમાં ભારે સફળતા મળી છે. RILએ નાણાંકીય વર્ષ 2017-18ના ત્રીજા ત્રિમાસિક તબક્કામાં 9,420 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. 


નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરીએ સંબોધન કરતી વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ ઘોષણા કરી હતી કે રિલાયન્સ આવતા દાયકામાં રોકાણ અને રોજગારની સંખ્યા વધારીને બમણી કરી દેશે. તેમણે કહ્યું છે રિલાયન્સ જિયો (Jio) અને રિલાયન્સ રિટેલપ માટે બહુ જલ્દી નવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આને સૌથી પહેલાં ગુજરાતમાં અને પછી આખા દેશમાં લોન્ચ કરવામાં આવશે.


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક....