નવી દિલ્હીઃ લૉકડાઉનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલીકોમ પ્લેટફોર્મ જીયોમાં રોકાણનો સિલસિલો યથાવત છે. હાલ  નવું રોકાણ અબુધાબી ઇનવેસ્ટમેન્ટ ઓથોરિટીએ કર્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ જીયો પ્લેટફોર્મમાં 1.16 ટકા ભાગીદારી માટે  5,683.50 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીયોમાં આઠમું રોકાણ
આ છેલ્લા સાત સપ્તાહથી પણ ઓછો સમયમાં જીયોમાં આઠમું રોકાણ છે. આ સાથે 47 દિવસની અંદર જીયોમાં કુલ રોકાણ 1 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. નવા રોકાણ વિશે જાણકારી આપતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે, આ સોદામાં જીયો પ્લેટફોર્મના શેરનું મૂલ્યાંકન 4.91 લાક કરોડ રૂપિયા અને ઉપક્રમ મૂલ્યાંકન 5.16 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. 


મુકેશ અંબાણીએ કહી આ વાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન થતા મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ, 'મને ખુશી છે કે રોકાણના ચાર દાયકાની સફળતાના ટ્રેક રેકોર્ડની સાથે અબુધાબી ઇનવેસ્ટમેન્ટ ઓથોરિટી જીયો પ્લેટફોર્મની સાથે ભાગીદારી કરી રહ્યું છે. તે જીયોના તે મિશનમાં ભાગીદાર છે, જે ભારત માટે ડિજિટલ લીડરશિપ અને સમાવેશી વિકાસની તક ઉભી કરે છે. આ રોકાણ અમારી રણનીતિ અને ભારતની ક્ષમતા પર વિશ્વાસનું પ્રતિક છે.'


તો અબુધાબી ઇનવેસ્ટમેન્ટ ઓથોરિટીના અધિકારી હમાદ શાહવાન અલ્દહેરીએ કહ્યુ, 'જીયો પ્લેટફોર્મ ભારતની ડિજિટલ ક્રાંતિમાં સૌથી આગળ છે. જીયોમાં અમારૂ રોકાણ બજારની અગ્રણી કંપનીઓમાં રોકાણ કરવાની અમારી ઉંડી સમજ અને વિશેષતાને પ્રદર્શિત કરે છે.'


83 દિવસ બાદ દેશભરમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે નવા ભાવ


21 ટકાથી વધુ ભાગીદારીની ડીલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધી કુલ મળીને જીયો પ્લેટફોર્મની 21.06 ટકા ભાગીદારી વેચવાનો સોદો કરી ચુકી છે. જેથી કુલ મળીને કંપનીને  97,885.65 કરોડ રૂપિયા મળ્યા છે. આ પહેલા ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર અને મુબાડાલા જેવી કંપનીઓ જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરી ચુકી છે. 


ફેસબુકે 9.99 ટકા ભાગીદારી ખરીદી
ફેસબુકે 22 એપ્રિલે જીયો પ્લેટફોર્મમાં 43,574 કરોડ રૂપિયામાં 9.99 ટકા ભાગીદારી ખરીદી હતી. આ સોદાના થોડા દિવસ બાદ વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી રોકાણ કંપની સિલ્વર લેકે જીયો પ્લેટફોર્મમાં 5,665.75 કરોડ રૂપિયામાં 1.15 ટકાની ભાગીદારી ખરીદી હતી. ત્યારબાદ અમેરિકા સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે 8 મેએ જીયો પ્લેટફોર્મમાં 11367 કરોડ રૂપિયામાં 2.32 ટકા ભાગીદારી ખરીદી હતી. વૈશ્વિક ઇક્વિટી ફર્મ જનરલ એલ્ટાન્ટિકે 17 મેએ કંપનીમાં  6,598.38 કરોડ રૂપિયામાં 1.34 ટકાની ભાગીદારી હાસિલ કરી હતી. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube