નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પેન્શન સાથે જોડાયેલા નિયમમાં મોટી છૂટછાટ આપી છે. હવે કેન્દ્રિય કર્મચારીઓને પોતાનો પેન્શન લેવા માટે આધાર કાર્ડ કે પછી આધાર નંબર આપવાની જરૂર નહીં પડે. શ્રમ વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી છે કે આધાર એક વિશેષ સુવિધા છે. આના કારણે જીવંત હોવાનો પુરાવો આપવા માટે બેંકના ચક્કર નથી કાપવા પડતા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ શક્ય બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં બેંકે એ ખાતાઓના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે જેને આધાર કાર્ડ સાથે લિન્ક નથી કરવામાં આ્વ્યા. આનાથી વધારે નુકસાન પેન્શનધારકોને થયું છે. આ લોકોને પેન્શનની રકમ નથી મળી રહી. સરકારે હવે રિટાયર્ડ લોકો માટે આ નિયમમાં છૂટછાટ આપી છે અને સ્પષ્ટતા કરી છે કે આનો કોઈ રસ્તો કાઢવામાં આવે જેથી પેન્શનધારકો પેન્શનથી વંચિત ન રહે. ઘણીવાર નિવૃત કર્મચારીઓનો ખર્ચ પેન્શન પર જ ચાલતો હોય છે જેના કારણે આખા પરિવારને સમસ્યાનો સામનો કરવો પડે છે. કેન્દ્રિય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે સરકારી કર્મચારીઓના પેન્શન માટે આધાર અનિવાર્ય નથી અને બેંકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. 


કોંગ્રેસ-JDS ડીલમાં દેવગૌડાના 'પુત્રપ્રેમ'એ ઉભો કર્યો મોટો લોચો


નોંધનીય છે કે સરકારે 12 અંકવાળી ઓળખ આધારકાર્ડ જાહેર કર્યું છે. એની મદદથી સરકારને અનેક જગ્યાએ ભ્રષ્ટાચારને નાથવામાં મદદ મળી છે અને અનેક ગોટાળા પ્રકાશમાં આ્વ્યા છે. સરકાર તરફથી કરાયેલા આ સ્પષ્ટીકરણ પછી લગભગ એક કરોડ પરિવારને એનો ફાયદો થશે. કેન્દ્ર સરકારના લગભગ 48.41 લાખ કર્મચારી છે તેમજ 61.17 લાખ પેન્શનધારક છે.