નવી દિલ્હી: તહેવારોની સિઝન શરૂ થતાં જ ઓફર્સનો વરસાદ શરૂ થઇ ગયો છે. ICICI બેંક અને HDFC બેંક જેવી ખાનગી બેન્કોની સાથે સાથે હવે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ પણ ફેસ્ટિવલ સિઝન દરમિયાન હોમ લોન, કાર લોન પર બંપર ઓફર્સ રજૂ કરી રહી છે. આ ઉપરાંત ગોલ્ડ લોન અને પર્સનલ લોન પણ સરળ શરતો પર આપવામાં આવી રહી છે. આ ઓફર્સનો ફાયદો ઉઠાવવા માટે SBI YONO એપ દ્વારા તમારે એપ્લાઇ કરવું પડશે. ચાલો જાણીએ આ ઓફર્સને ફટાફટ સમજીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઇ । હોમ લોન । ઇએમઆઇ 


SBI ની હોમ લોન ઓફર
ઘર ખરીદનારાઓ માટે એસબીઆઇએ સ્પેશિયલ ફેસ્ટિવલ ઓફર્સ રજૂ કરી છે. જેમાં પ્રોસેસિંગ ફીને માફ કરવામાં આવી છે. એટલું જ નહી ગ્રાહકોના ક્રેડિટ સ્કોર અને લોન એમાઉન્ટના આધાર પર એસબીઆઇ વ્યાજ દરમાં 10 બેસિસ પોઇન્ટની છૂટ પણ આપી રહી છે. જો ગ્રાહક YONO એપ વડે લોન એપ્લાઇ કરે છે તો તેને વ્યાજ દરમાં 5 બેસિસ પોઇન્ટની વધારાની છૂટ પણ મળશે. 

ડોક્યુમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં મળશે 50,000 રૂપિયા, આ રીતે ઉઠાવો SBIની આ સ્કીમનો ફાયદો


SBI ની કાર, પર્સનલ અને ગોલ્ડ લોન પર ઓફર્સ
SBI ના YONO એપ પરથી જો તમે કાર લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન એપ્લાઇ કરો છો તો તમારે પ્રોસેસિંગ ફી ચૂકવવી નહી પડે. કાર લોન પર SBI 7.5 ટકાના શરૂઆતી વ્યાજ દરથી લોન આપી રહી છે. કેટલાક મોડલ્સ પર એસબીઆઇ તરફથી 100 ટકા ઓન રોડ ફાઇન્સની પણ સુવિધા આપવામાં આવી રહી છે.  


ગોલ્ડ લોન લેનારાઓ માટે એસબીઆઇ 36 મહિના સુધી ફ્લેક્સિબિલ રીપેમેન્ટ ઓપ્શન સાથે 7.5 ટકા લોનની ઓફર છે. મુશ્કેલ સમયમાં પર્સનલ લોનની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. એટલા માટે એસબીઆઇએ 9.6 ટકા પર પર્સનલ લોન ઓફર કરી છે. 


એસબીઆઇના ગ્રાહકોને પ્રી-એપ્રૂવ્ડ લોન ઘરે બેઠા મળશે. તેમણે ફક્ત YONO એપ પર જઇને અને એપ્લાઇ કરવું પડશે, તેના માટે તેમને કોઇ ડોક્યૂમેન્ટ આપવાની જરૂર નહી પડે. તમે પર્સનલ લોનની મદદથી એક એસએમએસ દ્વારા ચેક કરી શકો છો. તમે લખો PAPL <space> <SBI એકાઉન્ટ નંબરના અંતિમ 4 ડિજિટ> અને તેને  567676 પર મોકલી દો. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube