નવી દિલ્હી: જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર જાણવા ખુબ જરૂરી છે. વાત જાણે એમ છે કે એસબીઆઈ પોતાના જૂના એટીએમ કાર્ડને લઈને મોટું પગલું ભરવા જઈ રહી છે. બેંક તરફથી પોતાના ગ્રાહકોને આપેલી જાણકારીમાં જણાવાયું છે કે એસબીઆઈ જૂના મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ જલદી બંધ થવાના છે. એસબીઆઈએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપતા જણાવ્યું કે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ  તમે તમારા મેજિસ્ટ્રિપ ડેબિટ કાર્ડને ઈએમવી ચિપ ડેબિટ કાર્ડ સાથે વર્ષ 2018ના અંત સુધીમાં બદલાવી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કનવર્ઝન પ્રોસેસ સંપૂર્ણ રીતે સુરક્ષિત
બેંક તરફથી ટ્વિટર પર એમ પણ કહેવામાં આવ્યું છે કે ડેબિટ કાર્ડની કન્વર્ઝન પ્રોસેસ સંપૂર્ણ રીતે સુરક્ષિત  છે અને આ માટે તમારે કોઈ ચૂકવણી કરવાની નથી. જે ગ્રાહકો પાસે એસબીઆઈનું જૂનું મેજિસ્ટ્રિપ ડેબિટ કાર્ડ છે તેઓ તેને ઈએમવી ચિપ ડેબિટ કાર્ડ સાથે 31 ડિસેમ્બર 2018 સુધીમાં બદલાવી શકે છે. બેંક તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમારે 31 ડિસેમ્બર 2018 સુધીમાં કાર્ડ ન બદલાવ્યું તો ત્યારબાદ જૂના એટીએમ કાર્ડથી કોઈ કામ થશે નહીં. 


31 ડિસેમ્બર બાદ નહી ચાલે જૂના એટીએમ કાર્ડ
31 ડિસેમ્બર બાદ એસબીઆના જૂના એટીએમ કોઈ પણ બેંકના એટીએમ મશીન સ્વીકારશે નહીં. અત્રે જણાવવાનું કે ગત દિવસોમાં એસબીઆઈમાં છ સહયોગીના મર્જર બાદ બેંકના ગ્રાહકોની સંખ્યા વધીને લગભગ 32 કરોડ થઈ ગઈ છે. આવામાં કરોડો લોકોએ પોતાના જૂના ડેબિટ કાર્ડની જગ્યાએ નવા કાર્ડ માટે અરજી કરવી પડશે. 


આ રીતે કરો અરજી
બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ નવા ઈએમવી ચિપ ડેબિટ કાર્ડ માટે ઓનલાઈન બેંકિંગ કે તમારી હોમ બ્રાન્ચમાં જઈને અરજી કરવી પડશે. એસબીઆઈ તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે જૂના ATM કાર્ડ બદલીને નવા EMV ચીપવાળા ડેબિટ કાર્ડ આપવા માટે કોઈ ફી લેવાશે નહીં. અત્રે જણાવવાનું કે એસબીઆઈએ ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડ બંધ કરી નાખ્યા છે. 31 ડિસેમ્બર 2018થી બેંક તરફથી તેમને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી રહ્યાં છે. બેંક તરફથી આપવામાં આવેલી વધુ જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો.


કાર્ડ બંધ થવાનું કારણ
જૂના મેજિસ્ટ્રિપ ડેબિટ કાર્ડ અને એટીએમ પાછળ એક કાળી પટ્ટી નજરે ચડે છે. આ પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે, જેમાં તમારા ખાતાની પૂરેપૂરી જાણકારી નોંધાયેલી હોય છે. ATMમાં તેને સ્વાઈપ કર્યા બાદ તમારે ચાર ડિજિટવાળો પિન નોંધીને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે. હવે આ કાળી પટ્ટીની જગ્યાએ EMV ચિપવાળા કાર્ડમાં ચિપ લાગેલી હશે. જેમાં તમારા ખાતાની પૂરેપૂરી જાણકારી નોંધાયેલી હશે.