નવી દિલ્હી: નવું વર્ષ આવી રહ્યું છે અને તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને ન્યૂ ઇયરની ભેટ આપી રહી છે. આ કડીમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના ગ્રાહકોને નવા વર્ષ પર એક મોટી ભેટ આપી છે. એસબીઆઇએ લોનના દરમાં ઘટાડો કરીને ગ્રાહકોને ખિસ્સા પર પડનાર ઇએમઆઇના ભારને ઓછો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેટ બેન્કે પહેલી જાન્યુઆરીથી એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ્ટ રેટ (EBR)માં ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ આ 8.05 ટકાથી ઘટીને 7.80 ટકા પર આવી જશે. 


એસબીઆઇએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME), હાઉસિંગ અને રિટેલ લોનના ફ્લોટિંગ રેટને ઇબીઆર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેનાથી તે લોકોને ફાયદો થશે, જેમને ઘર અથવા ગાડી માટે લોન લીધી છે. એસબીઆઇએ આ પગલાંથી દર મહિને આપવામાં આવતા હપ્તામાં ઘટાડો થશે. 


એમસીએલઆરમાં ઘટાડો
ભારતીય સ્ટેટ બેન્કે આ પહેલાં ડિસેમ્બરમાં માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ (એમસીએલઆર)માં 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ એમસીએલઆરના દર 8 ટકાની ઘટીને 7.90 ટકા થઇ ગયો હતો. આ દર 10 ડિસેમ્બરથી લાગૂ થયા છે. 


આરબીઆઇના આદેશ પર ભર્યું પગલું
તમને જણાવી દઇએ કે આ વર્ષે ઓક્ટોબરમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તમામ પ્રકારની પર્સનલ, હોમ, રિટેલ લોન અને નાના વેપારીને મળનાર લોનના દર એક્સટર્નલ બેન્ચમાર્ક હેઠળ કરવામાં આવશે. 


કાર ખરીદતાં ભારે ડિસ્કાઉન્ટ
ભારતીય સ્ટેટ બેન્ક (SBI) એ કાર ખરીદવા માટે પોતાના ગ્રાહકોને એક શાનદાર ઓફર આપી છે. 31 ડિસેમ્બર સુધી SBI ના YONO એપ દ્વારા કાર બુક કરાવો છો તો તમને ગાડે ખરીદતાં આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. તો બીજી તરફ Auto loan લોન પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. 


આ ઓફર હેઠળ તમે મહિંદ્વા મરાઝો (Mahindra Marazzo) ગાડી SBIYONO દ્વારા બુક કરાવી શકો છો. આ ગાડીઓનું બુકિંગ પર તમને લગભગ 1.86 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. એસબીઆઇ દ્વારા આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટ સાથે એસેસરીઝ પણ આપવમાં આવશે. SBI YONO દ્વારા જો તમે મહિંદ્વા મરાઝો (Mahindra Marazzo) ગાડી બુક કરાવો છો તો તમને લગભગ 50,000 રૂપિયા સુધીની એસેસરીઝ પણ મળશે. આ ઓફર ફક્ત 31 ડિસેમ્બર સુધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube