એસબીઆઇએ ગ્રાહકોને આપી શાનદાર ભેટ, હવે ઘરેબેઠા મળશે 35 લાખ રૂપિયાનો ફાયદો, જાણો કેવી રીતે
જો તમે પણ એસબીઆઇના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબરી છે. દેશના સૌથી મોતા સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઇએ ગ્રાહકોને શાનદાર ભેટ આપી છે. બેંકએ પર્સનલ લોન આપવા માટે એક નવી સેવા શરૂ કરી છે. તેના અંતગર્ત ગ્રાહકોને ઘરેબેઠા સરળતાથી લોન મળી જશે.
SBI New Feature: જો તમે પણ એસબીઆઇના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબરી છે. દેશના સૌથી મોતા સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઇએ ગ્રાહકોને શાનદાર ભેટ આપી છે. બેંકએ પર્સનલ લોન આપવા માટે એક નવી સેવા શરૂ કરી છે. તેના અંતગર્ત ગ્રાહકોને ઘરેબેઠા સરળતાથી લોન મળી જશે. રિયલ ટાઇમ એક્સપ્રેસ ક્રેડિટ નામની આ સુવિધાથી ગ્રાહક 35 લાખ રૂપિયા સુધી લોન લઇ શકશે. તેને આઇબીઆઇ યોનો એપ પર શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ આ ખાસ સુવિધા વિશે.
એસબીઆઇ આપી રહી છે શાનદાર ભેટ
તમને જણાવી દઇએ કે એસબીઆઇની આ ખાસ સુવિધા 'રિયલ ટાઇમ એક્સપ્રેસ ક્રેડિટ' નો ફાયદો તમામ ગ્રાહકો ઉઠાવી શકશે નહી. તેનો લાભ ફક્ત કેંદ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને રક્ષા સેવાઓમાં કાર્યકર્તા ગ્રાહકોને જ મળશે, એવામાં જો તમે પણ સરકારી કર્મચારી છો તો હવે તમે સરળતાથી લોન લઇ શકશે. આ ખાસ સુવિધા યોનો એપ પર મળશે અને તેની મદદથી ક્રેડિટ ચેક, યોગ્યતા અને અન્ય ડોક્યોમેન્ટ વેરિફિકેશન જેમા કામ પણ ઘરેબેઠા કરી શકશો.
કેબિનેટનો મોટો નિર્ણય, 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 75 દિવસ સુધી મફતમાં લગાવી શકશે પ્રીકોશન ડોઝ
35 લાખ રૂપિયા સુધીની લઇ શકશો લોન
અત્રે ઉલ્લેખનીય છે કે એસબીઆઇની આ સુવિધા હેઠળ તમે 35 લાખ સુધીની લોન લઇ શકશો. તેના અંતગર્ત બધી પ્રક્રિયા ઓનલાઇન થશે અને ક્રેડિટ તપાસ,અ લોન માટે પાત્રતા, લોન મંજૂરી અને દસ્તાવેજ જમા કરાવવા જેવા તમામ કામ પણ ઓનલાઇન જ થશે.
એસબીઆઇએ આપી જાણકારી
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાએ તેના પર વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું કે 'યોનો પર લાયકાત ધરાવતા પગારદાર ગ્રાહકો માટે રિયલ ટાઇમ એક્સપ્રેસ ક્રેડિટ લોન સુવિધા શરૂ થવાનો ગ્રાહકોને ખૂબ ફાયદો થશે. એક્સપ્રેસ ક્રેડિટ ઉત્પાદન ગ્રાહકોને ડિજિટલ રીતે કોઇપણ ઝંઝટ વિના લોન લેવામાં મદદ કરશે. એસબીઆઇ બેંકીંગને સરળ બનાવવા માટે ગ્રાહકોને સંપૂર્ણ રીતે ડિજિટલ બેંકિંગ સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube