કેબિનેટનો મોટો નિર્ણય, 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 75 દિવસ સુધી મફતમાં લગાવી શકશે પ્રીકોશન ડોઝ

દેશમાં 18 થી 59 વર્ષની ઉંમરના લોકો સરકારી રસીકરણ કેન્દ્રો પર કોવિડ રસીનો પ્રોકોશન ડોઝ અથવા ત્રીજો ડોઝ લગાવી શકે છે. 75 દિવસના એક વિશેષ અભિયાન અંતગર્ત આમ કરવામાં આવશે. જેની શરૂઆત 15 જુલાઇથી થઇ શકે છે. મોદી કેબિનેટે તેને લઇને આજે મોટો નિર્ણય લીધો છે. 

કેબિનેટનો મોટો નિર્ણય, 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 75 દિવસ સુધી મફતમાં લગાવી શકશે પ્રીકોશન ડોઝ

Corona Vaccination In India: દેશમાં 18 થી 59 વર્ષની ઉંમરના લોકો સરકારી રસીકરણ કેન્દ્રો પર કોવિડ રસીનો પ્રોકોશન ડોઝ અથવા ત્રીજો ડોઝ લગાવી શકે છે. 75 દિવસના એક વિશેષ અભિયાન અંતગર્ત આમ કરવામાં આવશે. જેની શરૂઆત 15 જુલાઇથી થઇ શકે છે. મોદી કેબિનેટે તેને લઇને આજે મોટો નિર્ણય લીધો છે. 

સત્તાવાર સૂત્રોના અનુસાર કોવિડ પ્રીકોશન ડોઝ પ્રત્યે જાગૃતતતા વધારવાના ઉદ્દેશ્યથી ભારતની સ્વતંત્રતાને 75 વર્ષ પુરા થવાના અવસર પર 'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતગર્ત અભિયાન ચલાવવામાં આવશે. એક એ જણાવ્યું હતું કે અત્યાર સુધી 18 થી 59 વર્ષની 77 કરોડ પાત્ર વસ્તીમાંથી એક ટકાથી ઓછા લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે. જોકે 60 વર્ષથી મોટી ઉંમરના લગભગ 16 કરોડ લોકો અને સ્વાસ્થ્ય વિભાગના કોરોના વોરિયર્સમાંથી લગભગ 26 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લઇ ચૂક્યા છે. 

બૂસ્ટર ડોઝ લેવાથી વધે છે રોગપ્રતિકારક શક્તિ
અધિકારીએ કહ્યું કે ભારતની મોટાભાગની વસ્તીએ નવ મહિના પહેલાં પોતાનો બીજો ડોઝ લગાવી દીધો હતો. આઇસીએમઆર અને અન્ય આંતરરાષ્ટ્રીય અનુસંધાન સંસ્થાનોમાં કરવામાં આવેલા રિસર્ચથી ખબર પડે છે કે રસીના બે શરૂઆતી ડોઝ લીધા બાદ લગભગ 6 મહિનામાં એંટીબોડીનું સ્તર ઘટવા લાગે છે અને બૂસ્ટર ડોલ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

તેમણે કહ્યું કે એટલા માટે સરકાર 75 દિવસ માટે એક વિશેષ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે જેમાં 18 વર્ષથી 59 વર્ષના લોકોને 15 જુલાઇથી સરકારી રસીકરણ કેન્દ્રો પર પ્રીકોશન ડોઝ મફત આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત અઠવાડિયે પણ કોવિડ રસી માટે બીજા અની પ્રીકોશન ડોઝ વચ્ચેનું અંતર નવ મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દેવામાં આવ્યું હતું. રસીકરણ પર ટેક્નિકલ પરામર્શ ગ્રુપની ભલામણ આમ કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news