નવી દિલ્હી: કોઇ પ્રકારની આકસ્મિક જરૂરિયાત માટે જો તમે પણ પર્સનલ લોન (Personal Loan) લેવાનું મન બનાવી રહ્યા છો તો આ તમારા કામના સમાચાર હોઈ શકે છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) તેમના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે. SBI એ તેમના ગ્રાહકોને માત્ર એક મિસ્ડ કોલ દ્વારા પર્સનલ લોન (Personal Loan) આપવાની શરૂઆત કરી છે. બેંકે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI ના ટ્વીટ અનુસાર SBI ના એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ પર્સનલ લોન મળી રહી છે. કસ્ટમરનો માત્ર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે અને પછી બેંક જલ્દી અપ્રૂવલની સાથે લોન આપી દેશે. આ લોનનું વ્યાજ પણ સૌથી ઓછું 9.6 ટકા છે.


આ પણ વાંચો:- પેટ્રોલ-ડીઝલ પર Nitin Gadkari નો મોટો સંકેત! જાણો શું કરવાની છે સરકાર?


કેટલી મળશે લોન
SBI આ સ્કીમમાં 25 હજાર રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધી લોન ઓફર કરી રહ્યા છે. સાથે જ 5 થી 50 લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઈ ગેરેન્ટી અથવા સિક્યોરિટીની જરૂરીયાત નથી.


આ પણ વાંચો:- Gold Price Today: સતત પાંચમાં દિવસે સસ્તુ થયું સોનું! જાણો કેટલી ઘટી કિંમતો?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube