Gold Price Today: સતત પાંચમાં દિવસે સસ્તુ થયું સોનું! જાણો કેટલી ઘટી કિંમતો?
સોના ચાંદીની ખરીદી કરવા ઇચ્છો છો તો આ સૌથી યોગ્ય સમય છે. સોનાની કિંમત 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી પણ ઓછી થઈ છે. MCX પર સોનાનો ભાવ 2020 ના લેવેલ પર આવી ગયો છે
Trending Photos
Gold Silver Price/ નવી દિલ્હી: સોના ચાંદીની ખરીદી કરવા ઇચ્છો છો તો આ સૌથી યોગ્ય સમય છે. સોનાની કિંમત 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી પણ ઓછી થઈ છે. MCX પર સોનાનો ભાવ 2020 ના લેવેલ પર આવી ગયો છે.
સોનાને લઇને બુલિયન એક્સપર્ટ્સનું અનુમાન છે કે, 2021માં તે 60,000 રૂપિયાને પાર જશે. પરંતુ અત્યાર સુધી MCX પર સોનાના એપ્રિલ વાયદા 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે વેપાર કરી રહ્યા છે. જ્યાં ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ ગઇકાલે 800 રૂપિયાથી વધારે સસ્તી થઈ છે.
MCX Gold: મંગળવારના MCX ના એપ્રિલ વાયદા પહેલા હાફ સુધી એક મર્યાદામાં પરંતુ વધારા સાથે વેપાર કરતો જોવા મળ્યો હતો, પરંતુ સાંજે 6 વાગ્યા બાદ તેમાં અચાનકથી વેચાણ હાવી થઈ ગયું અને તે 47480 રૂપિયાના ઇન્ટ્રાડે હાઇથી નીચે જઈ 46,682 સુધી ઘટ્યો હતો.
જો કે, છેલ્લા કલાકમાં તેમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી. મે 2020માં સોનાના ભાવ 46,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 100 રૂપિયાના ઘટાડા સાથે 46,800 રૂપિયા નીચે ખુલ્યો છે. આ અઠવાડિયે સોનું 450 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારે સસ્તું થયું છે.
સોનું ઉચ્ચતમ સ્તરથી 9300 રૂપિયા સસ્તું!
કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ જ રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિર્ટન આપ્યું હતું. જો ઉચ્ચત્મ સ્તરની સરખામણી કરીએ તો સોનું 15 ટકા તૂટ્યું છે. સોનું MCX પર 46,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે 9,300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
આ એઠવાડિયે સોનાની ચાલ
દિવસ | સોનાનો ભાવ (MCX એપ્રિલ વાયદો) |
સોમવાર | 47241/10 ગ્રામ |
મંગળવાર | 46899/10 ગ્રામ |
બુધવાર | 46780/10 ગ્રામ |
ગત એઠવાડિયે સોનાની ચાલ
દિવસ | સોનાનો ભાવ (MCX એપ્રિલ વાયદા) |
સોમવાર | 47839/10 ગ્રામ |
મંગળવાર | 47948/10 ગ્રામ |
બુધવાર | 48013/10 ગ્રામ |
ગુરૂવાર | 47508/10 ગ્રામ |
શુક્રવાર | 47318/10 ગ્રામ |
આ પણ વાંચો:- પેટ્રોલની કિંમત આસમાને પહોંચી, જાણો મનમોહનસિંહ અને મોદી સરકારમાં કેટલા ભાવ વધ્યાં?
MCX Silver: ચાંદીની ચાલ પણ મંગળવારના સાંજ થતા થતા બગડી હતી. MCX પર ચાંદીનો માર્ચ વાયદો સાંજે 6 વાગ્યા સુધી 70,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ અચાનક તેમાં ઘટાડો નોંધાતા તે 68,350 સુધી નીચે ઉતર્યો હતો.
જો કે, થોડી રિકવરી બાદ તે 69,300 ઉપર બંધ થવામાં સફળ રહ્યો. ઇન્ટ્રાડેમાં ચાંદીએ 70,864ની ઉંચાઈને પણ ટચ કરી. MCX ના ચાંદી વાયદો આજે સમાન્ય મજબૂતી સાથે ખુલ્યો છે. ચાંદી 160 રૂપિયા વધારા સાથે 69,535 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી 10,000 રૂપિયા સસ્તી
તમને જણાવી દઇએ કે, 1 ફેબ્રુઆરીના બેજટના દિવસે MCX પર ચાંદી માર્ચ વાયદો 74,400 રૂપિયા પર વેપાર કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તેમાં સતત ઘટાડો થયો અને 4 ફેબ્રુઆરી ગુરૂવારના ભાવ 66,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા હતા. ચાંદી અત્યારસુધીના ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી પણ તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 10,000 રૂપિયાથી વધારે સસ્તી છે.
ગત અઠવાડિયે ચાંદીની ચાલ
દિવસ | ચાંદીના ભાવ (MCX માર્ચ વાયદા) |
સોમવાર | 70084/ કિલો |
મંગળવાર | 69696/ કિલો |
બુધવાર | 68926/ કિલો |
ગુરૂવાર | 68492/ કિલો |
શુક્રવાર | 69117/ કિલો |
આ પણ વાંચો:- માત્ર એક તલ જણાવી દેશે મહિલાઓ તેમના પતિ માટે કેટલી વફાદાર છે
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ, Goodreturns.in અનુસાર
10 ગ્રામ સોનાનો ભાવ
શહેર | ગોલ્ડનો ભાવ |
દિલ્હી | 50620 |
મુંબઇ | 47230 |
કોલકતા | 49240 |
ચેન્નાઈ | 48740 |
આ પણ વાંચો:- આ છે દુનિયાના 10 સૌથી હેલ્દી ફૂ઼ડ, ફિટ રહેવા માટે આજે કરો ડાયટમાં સામેલ
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરમાં 1 કિલો ચાંદીના ભાવ, Goodreturns.in અનુસાર
1 કિલો ચાંદીના ભાવ
શહેર | ચાંદીના ભાવ |
દિલ્હી | 70200 |
મુંબઇ | 70200 |
કોલકતા | 70200 |
ચેન્નાઈ | 75500 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે