નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભાવવધારો થતાં સામાન્ય જનતા જ નહી પરંતુ હવે સરકાર પણ તેના નિવારણ માટે તૈયારીમાં લાગી ગઇ છે. સરકાર જ્યાં દીર્ધકાલીન સમાધાન શોધી રહી છે. તો બીજી તરફ સૌથી મોટી બેંકે એક નવો ફોર્મૂલા આપ્યો છે. તેનાથી પેટ્રોલના ભાવમાં 6 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. તો બીજી તરફ ડીઝલ પણ 4 રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે. ભારતીય સ્ટેટ બેંકની રિસર્ચ ફર્મે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં બેંકે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવા અને સામાન્ય જનતાને રાહત આપવા માટે નવી પ્રાઇસિંગ મેકેનિઝમ પર વિચાર કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે SBI નો નવો ફોર્મૂલા
 SBIએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે જો રાજ્ય પેટ્રોલના બેસ પ્રાઇઝ પર વેટ લગાવો તો પેટ્રોલના ભાવ લગભગ 5 રૂપિયા 75 પૈસા ઓછા થઇ શકે છે. આ પ્રકારે જો ડીઝલની બેસ પ્રાઇઝ પર વેટ લગાવામાં આવે તો તેની કિંમત 3 રૂપિયા 75 પૈસા સુધી ઓછી થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાવને ઓછા કરવા માટે આ નવા પ્રાઇસિંગ મેકેનિઝ્મ પર કામ કરવામાં આવી શકે છે.

શેરબજાર : કાચા તેલની કિંમત ઘટવાથી સેન્સેક્સ ઉછળ્યો 241 અંક, નિફ્ટી 10700 આસપાસ બંધ


કેંદ્રના ટેક્સ પર વેટ કેમ?
SBIએ પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે પેટ્રોલ-ડીઝલના ભાવ પર વેટ લગાવવાથી તેના ભાવ વધી જાય છે. જ્યારે તેમાં કેંદ્રનો ટેક્સ પણ સામેલ હોય છે. બેસ પ્રાઇસ પર વેટ લગાવવાથી કેંદ્રના ટેક્સ પર વેટ નહી લાગે. તેનાથી ભાવ આપમેળે ઓછા થઇ જશે. SBIએ એ વાતને પણ ઉઠાવી કે રાજ્ય ટેક્સ કેમ લગાવી રહ્યા છે.

32% સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, ફક્ત આ રીતે જ ઘટી શકે છે ભાવ


રાજ્યોના ખજાના પર અસર
SBIના રિપોર્ટ અનુસાર જો બેસ પ્રાઇસ પર વેટ લગાવવામાં આવે તો રાજ્યોના ખજાનાને નુકસાન વેઠવું પડશે. જોકે આ લાંબા સમય માટે નહી. પરંતુ રાજ્યોને લગભગ 34627 કરોડ રૂપિયાનું નુકસાન થશે. હાલમાં રાજ્ય પેટ્રોલ-ડીઝલની તે કિંમત પર વેટ લગાવે છે જેમાં કેંદ્રનો ટેક્સ સામેલ હોય છે. તેનાથી ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ મોંઘુ મળે છે.

મોટા ખુશખબર: PM મોદીના આ નવા 'ફોર્મ્યુલા'થી એક ઝટકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થશે


રાજ્યોમાં વધુ ટેક્સ
આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને ઓછા કરવા માટે એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરવાની માંગ થઇ રહી છે. હાલમાં પેટ્રોલ પર 19.18 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક મોટો ભાગ રાજ્યોના ટેક્સનો હોય છે. રાજ્ય પેટ્રોલ-ડીઝલની ખપત પર ટેક્સ લગાવે છે. 

પેટ્રોલ 25 રૂ. સસ્તું કરવાનું શક્ય ! પૂર્વ નાણા મંત્રી ચિદંબરમનું મોટું નિવેદન


ભાવ વધતાં રાજ્યોને ફાયદો
પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા ઓઇલના વધતા અજ્તા ભાવનો ફાયદો રાજ્યોને થઇ રહ્યો છે. જોકે ભારતનું ક્રૂડ ઓઇલ બાસ્કેટ સરેરાશ કિંમત વધવાથી ફાયદો રાજ્યોને મળે છે. પેટ્રોલ-ડીઝલની બેસ પ્રાઇઝ અને સેંટ્રલ એક્સાઇઝ પર રાજ્ય ટેક્સ લગાવે છે. નાણાકીય વર્ષ 2018માં ભારતના ક્રૂડ ઓઇલ બાસ્કેટની સરેરાશ કિંમત 57 ડોલર પ્રતિ બેરલ હતી, જે વધીને 72 ડોલર પ્રતિ બેરલને પાર થઇ ગઇ છે.