નવી દિલ્હી: કોરોના સંકટના કારણે ઘણા લોકોની આવક પર અસર પડે છે, એવામાં લોકોને હવે પોતાની લોનના હપ્તા ચૂકવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આર્થિક દબાણમાં ફસાયેલા એવા લોકોની રાહત માટે બેન્કે આપેલી લોનની શરતોમાં ફેરફાર કરી રહી છે, એટલે કે તેમને રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે જેથી તેમને લોન પરત લેવામાં સરળતા રહે, જાણો જો તમે એસબીઆઇમાંથી લોન લેવામાં આવી છે તો જાણો તમારી પાસે શું વિકલ્પ છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઇહોમ લોન ઇએમઆઇ 


કોણ-કોણ હશે યોજનાને યોગ્ય-


તેમાંથી કોઇપણ એક શરતને પુરી કરનાર લોનની રિસ્ક્ટ્રચરિંગના યોગ્ય હશે. 


જો તમને ઓગસ્ટ 2020 પગરામાં ફેબ્રુઆરી 2020ના મુકાબલે ઘટાડવામાં આવી છે.
લોકડાઉનની અવધિ દરમિયાન વેતનમાં ઘટાડો થયો અથવા પગાર અટકી ગયો છે.
નોકરી છૂટી ગઇ હોય, અથવા પછી કામ બંધ થઇ ગયું હોય.
પોતાનો કારોબાર કરનાર દુકાન, યુનિટમાં કામ બંધ થઇ ગયું હોય અથવા કારોબાર ઘટી ગયો હોય.


કયા પ્રકારની લોન પર મળશે છૂટ
હાઉસિંગ અને તેની સાથે જોડાયેલી અન્ય લોન
શિક્ષણ માટે લેવામાં આવેલી લોન
વાહન માટે લેવામાં આવેલી લોન
પર્સનલ લોન


તમામ લોન કેસને રિસ્ક્ટ્રચરિંગની સુવિધા નહી મળે. ફક્ત તે કેસમાં છૂટ મળશે જેમની ચૂકવણી પર કોરોના સંકટના કારણે અસર પડી હોય.
એપ્લિકેશન આપતી વખતે લોન સ્ટાન્ડર્ડ એકાઉન્ટ હોવી જોઇએ, અને પહેલી માર્ચ 2020 સુધી 30 દિવસથી ડિફોલ્ડ ન હોવા જોઇએ.
કોરોના સંકટ પહેલાં હપ્તા ન ભરનાર લોન કેસ રિસ્ટ્રક્ચરિંગની રાહ્ત નહી મળી શકે.
બીજી તરફ ફક્ત બેંકમાં 1 માર્ચ પહેલાં નોંધાયેલા લોન એકાઉન્ટ જ રિસ્ટ્રકચરિંગનો ફાયદો લઇ શકે છે. એટલે કે પહેલી માર્ચ બાદ જે લોન લેવામાં આવી છે તેનાપર રાહત નહી મળે.


કેવી રીતે કરી શકો છો અરજી
અરજી સ્ટેટ બેંકની વેબસાઇટ (www.sbi.co.in) દ્વારા કરી શકાય છે. જ્યાં ઓટીપીની મદદથી એપ્લિકેશન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ગ્રાહક લોન એકાઉન્ટની બેન્ક બ્રાંચમાં જરૂરી દસ્તાવેજને લઇને અરજી કરી શકો છો.


કયા કયા કાગળિયા કરવા પડશે જમા
ફેબ્રુઆરી 2020 અને ઓગસ્ટ 2020ની સ્લિપ
નોકરી છૂટતાં કંપની દ્વારા આપવામાં આવેલો લેટર
સેલરી અથવા કારોબાર સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
ક્યાં સુધી કરી શકો છો અરજી
રાહત માટે 24 ડિસેમ્બર 2020 સુધી અરજી કરી શકાય છે.


રિસ્ટ્રક્ચરિંગમાં શું છે વિકલ્પ
વધુમાં વધુ 2 વર્ષ માટે હપ્તો ચૂકવવામાં રાહત, જોકે આ સમયગાળા માટે વ્યાજ ચૂકવવું પડશે.
લોનના સમયમાં વધારો અથવા પછી એવું એવું જ કોઇ અન્ય પગલું જેથી ગ્રાહકની EMI ઓછી કરી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube