Semicon India 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોઈડામાં યોજાઈ રહેલા સેમિકોન ઈન્ડિયા 2024 કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે આ ઉદ્યોગ સાથે જોડાયેલી એવી વાતો કહી કે સેમિકન્ડક્ટરના શેર રોકેટ બની ગયા હતા. સેમીકન્ડક્ટરમાં ગુજરાતનો દબદબો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા 2024 (Semicon India 2024) દરમિયાન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતની વધતી ભાગીદારી પર ભાર મૂક્યો હતો. 11 સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું કે 'સેમિકન્ડક્ટર (Semicon India 2024) સંકટ હોય ત્યારે વિશ્વ ભારત પર વિશ્વાસ કરી શકે છે.' તેમણે કહ્યું કે ભારત માત્ર ટેક્નોલોજી જ નહીં પણ સેમિકન્ડક્ટર ચિપ્સનો પણ મોટો ઉપભોક્તા છે.


આ ભાષણ પછી ભારતીય શેરબજારમાં સેમિકન્ડક્ટર સંબંધિત કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. RIR પાવર ઈલેક્ટ્રોનિક્સ (RIR Power Electronics) અને SPEL સેમિકન્ડક્ટરના (SPEL Semiconductor) શેરમાં અપર સર્કિટ લાગી ગઈ હતી. બંને તેમની 5% ની ઉપલી મર્યાદા પર લૉક થયા હતા. આ સિવાય અન્ય ઘણા શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સેમિકન્ડક્ટર કંપનીઓ સીજી પાવર (CG Power), એએસએમ ટેક્નોલોજીસ (ASM Technologies) અને મોશિપ ટેક્નોલોજીસના (Moschip Technologies) શેરમાં 2.5 થી 4 ટકાનો વધારો થયો હતો.


આગામી 10 વર્ષમાં 85 હજાર લોકોની જરૂર પડશે-
વડા પ્રધાને એ પણ માહિતી આપી હતી કે સરકાર ચિપ ઉદ્યોગના વિકાસ માટે 360-ડિગ્રી અભિગમ અપનાવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય ભારતમાં સેમિકન્ડક્ટરનું (Semicon India 2024) ઉત્પાદન વધારવાનો છે. આ સાથે IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આગામી 10 વર્ષમાં 85,000 એન્જિનિયર અને ટેકનિશિયનની મજબૂત પ્રતિભા વિકસાવશે.


સેમિકન્ડક્ટર ઉદ્યોગ (Semicon India 2024) પર કેન્દ્રિત અભ્યાસક્રમ તૈયાર કરવા માટે 113 યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ ડિઝાઇન ઇકોસિસ્ટમના વિકાસથી આગામી વર્ષોમાં ઓછામાં ઓછા 3 અથવા 4 મુખ્ય ઉત્પાદનોનું ઉત્પાદન થવાની સંભાવના છે.


10 સપ્ટેમ્બરના રોજ, વડાપ્રધાને સેમિકન્ડક્ટર ઉદ્યોગના (Semicon India 2024) અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગનું કેન્દ્ર હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અને આ ઉદ્યોગના વિકાસ માટે દેશમાં યોગ્ય વાતાવરણ સર્જાયું છે. તમે એ યાદ રાખો કે દેશની 5 ટોપ મોસ્ટ કંપનીઓમાંથી 4 કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં છે. સેમિકન્ડકટર બિઝનેસનો સૌથી મોટો વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે.