નવી દિલ્હી: નબળા વૈશ્વિક વલણના કારણે બુધવારે સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 142 પોઇન્ટ તૂટ્યો હતો. એચડીએફસી, રિલાયન્સ, આઇટીસી, એચડીએફસી બેંક અને ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેરોમાં દબાણના લીધે સેન્સેક્સમાં નરમાઇ જોવા મળી હતી. 30 શેરોવાળા બીએસઇ શરૂઆતી કારોબારમાં 142.41 પોઇન્ટ એટલે 0.35 ટકા ઘટીને 40,105.82 પોઇન્ટ પર આવી ગયો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ 47.90 પોઇન્ટ એટલે કે 0.40 ટકા ઘટીને 11,869.30 પોઇન્ટ પર આવી ગયો હતો. ભારતીય એરટેલ, એચસીએલ ટેક, આઇટીસી, એક્સિસ બેંક, બજાજ ઓટો, એચડીએફસી બેંક, ટીસીએસ અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝમાં 1.65 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સન ફાર્માના શેરમાં 5 ટકા તેજી આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ


ઘટાડા સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ બપોરે રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. સેન્સેક્સે 40512 પોઇન્ટનો અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ નિફ્ટી 12 હજારના આસપાસ પહોંચી ગયો હતો.