Stock Market Update: શેર માર્કેટમાં અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે તેજી જોવા મળી છે. આજના કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ગ્રીન નિશાનમાં બંધ થયા છે. બજારમાં ગત અઠવાડિયે સતત ઘટાડા જોયા બાદ આજે તેજી જોવા મળી રહી છે. સોમવારના ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ 326.84 પોઈન્ટ એટલે કે 0.62 ટકા તેજી સાથે 53,234.77 ના લેવલ પર બંધ થયો. ત્યારે નિફ્ટી ઇન્ડેક્સ 83.30 પોઈન્ટ એટલે કે 0.53 ટકાના વધારા સાથે 15,835.35 ના લેવલ પર બંધ થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HUL ના શેર બન્યા ટોપ ગેનર
સેન્સેક્સના ટોપ 30 શેરમાંથી આજે 6 સ્ટોક લાલ નિશાનમાં બંધ થયા છે. આ ઉપરાંત 24 કંપનીના શેરમાં તેજી જોવા મળી. આજના કારોબાર બાદ HUL ટોપ ગેનર રહ્યો છે. HUL નો શેર 4 ટકા ઉછળ્યો છે. આ ઉપરાંત આજે ટીસીએસ ટોપ લૂઝર રહ્યો છે. ટીસીએસનો સ્ટોક્સ 2.46 ટકા તૂટ્યો છે.


કેમ સોનાના ભાવમાં આવ્યો અચાનક ઉછાળો? જાણો સોનાનો આજનો ભાવ


કયા શેરમાં થઈ આજે ખરીદારી
આજે HUL ઉપરાંત ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી, આઇસીઆઈસીઆઇ બેંક, પાવર ગ્રિડ, એક્સિસ બેંક, એસબીઆઇ, ભારતી એરટેલ, ટાઈટન, એચસીએલ ટેક, એનટીપીસી, એલટી, નેસ્લે ઇન્ડિયા, ઇન્ફોસિસ, એશિયન પેન્ટે્સ, મારુતિ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, રિલાયન્સ, અલ્ટ્રા કેમિકલ, એચડીએપસી બેંક અને કોટક બેંકના શેરમાં પણ તેજી જોવા મળી.


કયા સ્ટોક્સમાં રહ્યું વેચાણ?
આ ઉપરાંત ઘટતા શેરોની વાત કરીએ તો આજે વિપ્રો, ટેક મહિન્દ્રા, ડો રેડ્ડી, એમએન્ડએમ, ટાટા સ્ટીલ અને ટીસીએસમાં વેચાણ જોવા મળ્યું.


આ દ્રશ્યો જોઈ તમારી આત્મા કંપી ઉઠશે, ટીચરે માર મારતા બાળક જમીન પર ઢળી પડ્યો; જુઓ વીડિયો


કયા સ્ટોર્ક્સમાં રહી તેજી?
સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે તેમાં મિશ્ર કારોબાર રહ્યો છે. આજના કારોબાર બાદ નિફ્ટી ઓટો, નિફ્ટી આઇટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા. ત્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિયાલ્ટી, પ્રાઈવેટ બેંક, પીએસયુ બેંક, મીડિયા, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસીઝ અને નિફ્ટી બેંક સ્ટોક તેજી સાથે બંધ થયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube