Gold Price Today 4 July 2022: કેમ સોનાના ભાવમાં આવ્યો અચાનક ઉછાળો? જાણો સોનાનો આજનો ભાવ

ભારત સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. આ સિવાય રશિયાએ G7 દેશોમાં સોનાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે.

Gold Price Today 4 July 2022: કેમ સોનાના ભાવમાં આવ્યો અચાનક ઉછાળો? જાણો સોનાનો આજનો ભાવ

નવી દિલ્લીઃ સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ આવતા રહે છે. વિવિધ શહેરોમાં પણ સોનાના ભાવમાં બદલાવ જોવા મળતો હોય છે. સરકારે સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે ત્યારથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે..બે ટ્રેડિંગ સેશનમાં સોનું 1,700 રૂપિયા મોંઘુ થયું છે.હાલમાં સોનું બે મહિનાથી વિક્રમી સપાટીએ છે.અને ફરી એકવાર 52 હજારને પાર છે. 

સોના અને ચાંદીના ભાવ શું છે?
મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે  24 કેરેટ સોનાનો ભાવ 323 વધી રૂ. 52,240 પ્રતિ 10 ગ્રામ થયો.. જ્યારે MCX પર ચાંદીનો ભાવર 58 રૂપિયા વધીને રૂ. 57,800 પ્રતિ કિલોગ્રામ થયો...કારોબારની શરૂઆતમાં સોનું 52,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. સોનું બંધ ભાવથી લગભગ 0.6 ટકાના ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદીના અગાઉના ભાવ કરતાં 0.10 ટકાના ઉછાળા પર જોવા મળી રહી છે. હકીકતમાં, સરકારે શુક્રવારે સોના પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી છે, જેની સીધી અસર સોના-ચાંદીની કિંમતો પર પડી રહી છે.

વૈશ્વિક બજારની સ્થિતિઃ
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં આજે સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ 1,812.40 ડોલર હતો જ્યારે ચાંદીનો હાજર ભાવ ઘટીને 19.86 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. પ્લેટિનમની હાજર કિંમત $ 886 છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.56 ટકા ઓછી છે. પેલેડિયમની હાજર કિંમત ઘટીને $1,860 થઈ. એટલે કે આ સમયે વૈશ્વિક બજારમાં સુસ્તી ચાલી રહી છે.

સોનાની કિંમતમાં વધારે કે ઘટાડો?
ભારત સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. આ સિવાય રશિયાએ G7 દેશોમાં સોનાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે. નિષ્ણાતોના મતે MCX પર સોનું 53 હજારની ઉપર જઈ શકે છે. અન્યથા સોનું તેની રેકોર્ડ હાઈ 56,200 સુધી પણ જઈ શકે છે. શુક્રવારે ગોલ્ડ ETF રોકાણ 0.8 ટકા ઘટીને 1,041.9 ટન થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news