રેકોર્ડ સ્તર પર પહોચ્યું શેર બજાર, સેન્સેક્સ 41000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
મંગળવારે સવારે ભારતીય બજારમાં સતત તેજી જોવા મળી રહી હતી. આજે કારોબાર શરૂ થતાં જ સેન્સેક્સ 288 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો. તેના લીધે આજે સવારે સેન્સેક્સ 41,227ના રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયો હતો. સવારે 10.52 વાગ્યા સુધી સેન્સેક્સ +301.78 પોઇન્ટની તેજી સાથે 41,239.47 પર હતો.
મુંબઇ: મંગળવારે સવારે ભારતીય શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી હતી. આજે કારોબાર શરૂ થતાં જ સેન્સેક્સ 288 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો. તેના લીધે આજે સવારે સેન્સેક્સ 41,227ના રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયો હતો. સવારે 10.52 વાગ્યા સુધી સેન્સેક્સ +301.78 પોઇન્ટની તેજી સાથે 41,239.47 પર હતો.
વલણોની લેવાલીનું જોર દેખાઇ રહ્યું છે. સવારે 10.40 મિનિટ પર સેન્સેક્સ 288 પોઇન્ટની બઢત સાથે 41,227ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) અને મુંબઇ સ્ટોક એક્સચેંજ (BSE) સારી બઢત લઇને ગ્રીન નિશાન પર ખુલ્યો હતો. બજાર ખુલતાં જ બીએસઇ સેન્સેક્સ (Sensex) 288 પોઇન્ટના શાનદાર ઉછાળા સાથે 41,227ના સ્તર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 63 પોઇન્ટની મજબૂતી સાથે 12,125 પોઇન્ટ પર ટ્રેડ કરવા લાગ્યો હતો.
નિફ્ટીમાં ગ્રીન નિશાન પર કારોબાર કરનાર સ્ટોકમાં ZEEL (1.94%), VEDL (1.90%), INFY (1.54%), ટાટા સ્ટીલ (1.50%), મારૂતિ (1.27%), યસ બેન્ક (1.18%), ટાટા મોટર્સ (1.06%), EICHERMOT (1.01%) સામેલ છે.
સેન્સેક્સના જે શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી રહી છે તેમાં ટાટા સ્ટીલ, વેદાંતી લિમિટેડ, યસ બેન્ક અને ઇન્ફોસિસ સૌથી ઉપર છે. તો બીજી તરફ 5 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટાડાવાળા શેરોમાં બજાજ ઓટો, સન ફાર્મા, ઓએનસ્જીસી, એનટીપીસી અને પાવર ગ્રિડ છે.
યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો વિવાદ ઉકેલાવાની સંભાવના તેમજ બ્રેક્ઝિટનો નિર્ણય જાન્યુઆરી સુધીમાં થવાનો હોવાથી વૈશ્વિક બજારોમાં રોકાણકારોની ઓલરાઉન્ડ લેવાલી પાછળ સ્થાનિક શેરબજારમાં પણ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સના વેલ્યૂ બાઈંગને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો છે.
ક્રિસમસ પૂર્વે વૈશ્વિક રોકાણકારોની ખરીદી નિકળતા ભારતીય શેરબજારના બેન્ચમાર્ક નવી ઐતિહાસિક ટોચને સ્પર્શવામાં સફળ રહ્યા છે. સપ્તાહના બીજા દિવસે હોંગકોંગ, શંઘાઈ, ટોક્યો, સીઓલના બજારોમાં તેજી સાથે આરંભ થયો હતો. સોમવારે યુએસના બજારોએ પણ નવી રેકોર્ટ સપાટી બનાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube