IPO News: જે આઈપીઓએ કેટલાક વર્ષોની અંદર ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા તેમાંથી એક શેર ઈન્ડિયા સિક્યોરિટીઝ (India Securities) છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 41 રૂપિયા પ્રતિ શેર હતી. આજે તે 1800 રૂપિયાને પાર છે. એટલે કે ઈન્વેસ્ટરોને 4500 ટકાનો ફાયદો કરાવી ચૂક્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આવનારા સમયમાં શેરમાં હજુ તેજી જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  'દાદા' બગડ્યાં! 'લેટ ચાલશે વેઠ નહીં', કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો પડ્યો
આ પણ ખાસ વાંચોઃ   ગૃહ વિભાગના પરિપત્રથી ફફડાટ! જેટલું ભેગું કર્યું છે, અધિકારીઓએ આપવો પડશે એનો હિસાબ


2017માં આવ્યો હતો આઈપીઓ
શેર ઈન્ડિયા સિક્યોરિટીઝનો આઈપીઓ 2017માં આવ્યો હતો. ત્યારે કંપનીની પ્રાઇઝ બેન્ડ 41 રૂપિયા પ્રતિ શેર હતી. એક લોટમાં 3000 શેર રાખવામાં આવ્યા હતા. જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 123,000 રૂપિયાનો દાવ લગાવવો પડ્યો હતો. મંગળવાર એટલે 2 જાન્યુઆરીએ કંપનીના શેર 1800 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. 


જે ઈન્વેસ્ટરોને આઈપીઓના સમયે શેર અલોટ થયા હતા તેનું 1.23 લાખનું ઈન્વેસ્ટમેન્ટ વધીને 56 લાખ રૂપિયા થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ 2024માં IPO દ્વારા કમાણી માટે રહો તૈયાર, બજારમાં ઉતરશે આ દિગ્ગજ કંપનીઓ, જાણો વિગત
આ પણ ખાસ વાંચોઃ   પેટ્રોલ-ડીઝલ, CNGની જફામાંથી અમદાવાદીઓ આઝાદ! હવે મફતમાં ગાડીઓ લઈને ફરશે રોણા


એક્સપર્ટ બુલિશ
ઘરેલુ બ્રોકરેજ ફર્મ પ્રોફિટ માર્ટ સિક્યોરિટીઝનું માનવું છે કે શેર ઈન્ડિયા લિમિટેડના શેરમાં આગામી સમયમાં 25 ટકાની તેજી જોવા મળી શકે છે. 


છેલ્લા છ મહિનામાં આ સ્ટોક પોઝીશનલ ઈન્વેસ્ટરોને 44 ટકાનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. કંપનીનો 52 વીક હાઈ 1882.65 રૂપિયા છે જ્યારે 52 વીકનું લો લેવલ 986.45 રૂપિયા છે. વર્તમાન સમયમાં કંપનીનું માર્કેટ કેપ 5951.41 કરોડ રૂપિયાનું છે. 


(આ શેરમાં રોકાણ કરવાની સલાહ નથી. શેર બજારનું રોકાણ જોખમો અધીન હોય છે, એટલે કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube