પેટ્રોલ-ડીઝલ, CNGની જફામાંથી અમદાવાદીઓ આઝાદ! હવે મફતમાં ગાડીઓ લઈને ફરશે રોણા

પેટ્રોલની ચિંતા છોડી અમદાવાદીઓ મોજમાં! અડધો કલાકમાં કારની બેટરી થઈ જશે ફૂલ ચાર્જ, જાણી લો અમદાવાદ શહેરમાં ક્યાં-ક્યાં તૈયાર થઈ ગયા છે ફ્રી ચાર્જિંગ સ્ટેશનો? આગામી દિવસોમાં ક્યાં બનશે બીજા ફ્રી ચાર્જિંગ સ્ટેશનો? જાણો વિગતવાર

પેટ્રોલ-ડીઝલ, CNGની જફામાંથી અમદાવાદીઓ આઝાદ! હવે મફતમાં ગાડીઓ લઈને ફરશે રોણા

ઝી બ્યૂરો, અમદાવાદઃ નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદીઓ માટે અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી ખુશીના સમાચાર...પેટ્રોલ-ડીઝલ, CNGની જફામાંથી અમદાવાદીઓ આઝાદ! હવે મફતમાં ગાડીઓ લઈને ફરશે રોણા...શું છે આખી વિગત અને અમે શા માટે આવું કહી રહ્યાં છીએ એ વિગતવાર જાણવા તમારે આખો આર્ટિકલ વાંચવો પડશે. પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, એવામાં સૌથી બેસ્ટ વિકલ્પ છે ઈલેકટ્રીક વાહનો. ખાસ કરીને નોકરિયાતથી માંડીની કોલેજ કે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઈલેકટ્રીક વાહનો બેસ્ટ વિકલ્પ બની શકે છે. એવામાં સૌથી મોટી સમસ્યા હોય છે ચાર્જિંગ પોઈન્ટની. ત્યારે અમદાવાદવાસીઓ માટે ખુશીના સમાચાર છે. અમદાવાદમાં તૈયાર થઈ ગયા છે ફ્રી ચાર્જિંગ સ્ટેશનો. અને આગામી દિવસોમાં શહેરમાં ઢગલાંબંધ જગ્યાઓએ આ રીતે ફ્રી ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા પણ કવાયત ચાલી રહી છે.

ફ્રી ચાર્જિંગ પોઈન્ટ?
પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વાહનોની જફામાંથી અમદાવાદીઓને મળશે મોટી મુક્તિ. સિંધુ ભવન, પ્રહલાદનગર, સીટીએમ સહિત 9 સ્થળે ઈલેક્ટ્રિક ચાર્જિંગ માટેના સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. મ્યુનિ. અને મોબિલેનના સહયોગથી ત્રણ ચાર્જિંગ સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. તૈયાર થઈ ગયેલા 9 સ્ટેશન પર તમામ ઈલેક્ટ્રિક વાહનની બેટરી ફ્રીમાં ચાર્જ કરી આપવામાં આવશે.

અમદાવાદમાં કયાં-કયાં છે ફ્રી ચાર્જિંગ સ્ટેશન:

  • સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ
  • નરોડા હરિદર્શન ક્રોસ રોડ
  • કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ
  • પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ
  • ઇસનપુર ગોવિંદવાડી સર્કલ
  • ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ
  • નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે
  • નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે

અડધો કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે કારની બેટરી?
કારની બેટરી માત્ર અડધો કલાકથી લઈને 40 મિનિટમાં ચાર્જ થઈ જતી હોવાનો -દાવો મોબિલેનના ડિરેક્ટરે કર્યો છે. ચાર્જિંગ માટે લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે મોબાઈલ એપ પર સ્લોટનું એડવાન્સ બુકિંગ થઈ શકે છે. શહેરમાં કુલ 7 જગ્યાએ 80 વોટના ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે. 

રાજ્યમાં 60 કિલો વોટ સુધીના ચાર્ગિજ પોઈન્ટ છે. પણ કંપનીએ 80 કિલો વોટના ચાર્જિંગ પોઈન્ટ લગાવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણ હોવાથી તમામ ઈલેક્ટ્રિક વ્હિકલને ફ્રીમાં ચાર્જિંગની સુવિધા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, રોજ સરેરાશ 2થી 3 કાર ચાર્જિંગ માટે આવે છે. એડવાન્સ કરાવ્યા પછી વાહનચાલક 10 મિનિટમાં ન આવે તો સ્લોટ રદ થઈ જશે.

ઈન્કમટેક્સ, કાંકરિયા, ગોવિંદ વાડી, નારોલ સહિતના વિસ્તારમાં સ્ટેશન:
ઈન્કમટેક્સ કોટેશ્વર રોડ- મોટેરા ન્યૂ સીજી રોડ. ગોવિંદવાડી સર્કલ નારોલ ચાર રસ્તા પાસે સીટીએમ બ્રિજ પાસ, કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ પાસ, બાપુનગર ફ્લાયઓવરની નીચે, નિકોલ-નરોડા રોડ હરિદર્શન ચાર રસ્તા પાસે, સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગ પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગમાં આ વ્યવસ્થા કરાઈ છે.

9 જગ્યાએ ફ્રીમાં ચાર્જિંગની સુવિધા મળશે, હજુ 3 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનનું કામ ચાલે છે:

 7 જગ્યા પર 80 વોટના ચાર્જિંગ પોઈન્ટ લગાવાયા કારની બેટરી 35થી 40 મિનિટમાં ચાર્જ થઈ જશે

ચાર્જિંગ માટે મોબિલેન મોબાઈલ એપ્લિકેશન પર એડવાન્સમાં સ્લોટ બુક કરાવી શકાશે:

સ્લોટ બુક કરાવ્યાની 10 મિનિટમાં વાહનચાલક ચાર્જિંગ નહીં કરે તો સ્લોટ રદ થઈ જશે

ટ્રાયલ બેઝ પર ટુ-વ્હિલર, શ્રી-વ્હિલર, કારચાલક દરેક સ્ટેશન ફ્રીમાં ચાર્જિંગ કરી શકશે.

મોબિલેને રાજ્યમાં 70થી વધુ ચાર્જિંગ પોઈન્ટ લગાવ્યા છે. 22 ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ છે જે 80 કિલો વોટથી બેટરી ચાર્જ કરે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news