તેજી સાથે ખુલ્યું શેર બજાર, સેંસેક્સ 36,714 અને નિફ્ટી 10,965 પર
અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજારમાં તેજી જોવા મળી. તેમાં સેંસેક્સ 97.73 પોઇન્ટ (0.27%) અને નિફ્ટી 30.75 (0.28%) મજબૂતી સાથે ક્રમશ: 36,714.54 અને 10,965.10 પર ખુલ્યો. તમને જણાવી દઇએ કે આ પહેલાં મંગળવારે બજાર મજબૂતી સાથે બંધ થયું હતું. જેમાં સેંસેક્સ 24.10 પોઇન્ટ (0.22%) અને નિફ્ટીમાં 34.07 પોઇન્ટ (0.09%)નો ઉછાળો જોવા મળ્યો હતો. આ પહેલાં સેંસેક્સ 36,616.81 અને નિફ્ટી 10,936.35 પોઇન્ટ પર બંધ થયો હતો.
નવી દિલ્હી: અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજારમાં તેજી જોવા મળી. તેમાં સેંસેક્સ 97.73 પોઇન્ટ (0.27%) અને નિફ્ટી 30.75 (0.28%) મજબૂતી સાથે ક્રમશ: 36,714.54 અને 10,965.10 પર ખુલ્યો. તમને જણાવી દઇએ કે આ પહેલાં મંગળવારે બજાર મજબૂતી સાથે બંધ થયું હતું. જેમાં સેંસેક્સ 24.10 પોઇન્ટ (0.22%) અને નિફ્ટીમાં 34.07 પોઇન્ટ (0.09%)નો ઉછાળો જોવા મળ્યો હતો. આ પહેલાં સેંસેક્સ 36,616.81 અને નિફ્ટી 10,936.35 પોઇન્ટ પર બંધ થયો હતો.
બીએસઇના સેંસેક્સની વાત કરીએ તો ટાટા સ્ટીલ, રિલાયન્સ, એનટીપીસી, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, મારૂતિ, આઇટીસી, એચડીએફસી, ટીસીએસ, બજાજ ઓટો, કોટકમાં તેજી જોવા મળી હતી.