Share Market: નવી રેકોર્ડ ઉંચાઇ પહોંચ્યો Sensex, Nifty, આ શેરોમાં જોવા મળી ધમાલ
શેર બજારમાં બજેટ બાદ તેજી જોવા મળી છે. બજેટના આગામી અઠવાડિયે બજારની શાનદાર શરૂઆત જોવા મળી છે. અઠવાડિયાના પહેલાં કારોબારી સત્રની શરૂઆતમાં બજારે નવો રેકોર્ડ બનાવ્યો છે. શરૂઆતી કારોબારમાં બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી છે. કા
નવી દિલ્હી: શેર બજારમાં બજેટ બાદ તેજી જોવા મળી છે. બજેટના આગામી અઠવાડિયે બજારની શાનદાર શરૂઆત જોવા મળી છે. અઠવાડિયાના પહેલાં કારોબારી સત્રની શરૂઆતમાં બજારે નવો રેકોર્ડ બનાવ્યો છે. શરૂઆતી કારોબારમાં બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી છે. કારોબાર શરૂ થતાં પહેલા6 15 મિનિટની અંદર તમામ સેક્ટર ઇંડેક્સ ગ્રીન નિશાનમાં કારોબાર પર કરી રહ્યા હતા.
કેવી રહી આજે બજારની શરૂઆત
સોમવારે સેંસેક્સ 400 પોઇન્ટની વધુ વઢત સાથે 51147 ના સ્તર પર ખુલ્યો, તો બીજી તરફ નિફ્ટી 140 પોઇન્ટની બઢત સાથે 15064 ના સ્તર પર ખુલ્યો. કારોબારની શરૂઆતમાં જ સેંસેક્સ 51409 ના અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયો, તો બીજી નિફ્ટીની પણ 15119 ના રેકોર્ડ ઉંચાઇ જોવા મળી છે. કારોબારની શરૂઆતી 15 મિનિટમાં સેંસેક્સ 500 અને નિફ્ટી 150 પોઇન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્ય હતો.
Cheque Clearance ને લઇને RBI બદલી રહી છે નિયમ, જાણો શું થશે ફાયદો
કેમ આવી બજારમાં તેજી
તાજેતરમાં જ રજૂ થય્લા બજેટને લઇને ખૂબ સકારાત્મક છે, આ સાથે જ બેંકોના પરિણામ પણ સારા આવ્યા છે. જેથી લાંબા સમયથી દબાણમાં ચાલી રહેલા બેકિંગ સ્ટોક્સમાં ખરીદી વધી છે. તો બીજી તરફ પરિણામ આપનાર અન્ય કંપનીઓમાં પણ ખરીદી જોવા મળી છે. કંપનીએ સારા પરિણામથી ઇંડસ્ટ્રીને આશા છે કે અર્થવ્યવસ્થા જલદી મહામારીના દબાણમાંથી બહાર નિકળશે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube