નવી દિલ્હી: Share Market Before Budget : બજેટની રજૂઆતના એક દિવસ પહેલા સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ખરીદારીથી સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા. સોમવારે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 813 પોઈન્ટ ઉછળીને 58,014.17 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 237 પોઈન્ટના વધારા સાથે 17,339 પર પહોંચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા દિવસોથી ચાલતો હતો ઘટાડાનો દૌર
છેલ્લા ઘણા સત્રોથી વેચવાલીનો સામનો કરી રહેલ શેરબજારમાં ઘટાડાનો દૌર ચાલી રહ્યો હતો. સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. તેના આધારે સોમવારે સવારે સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન નિફ્ટી 50ના 45થી વધુ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.


10 વર્ષમાં પ્રથમ વખત
છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે બજેટ પહેલા શેરબજારમાં તેજી જોવા મળી હોય. જો અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો સામાન્ય બજેટ પહેલા વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે બજારમાં બુલ્સે વાપસી કરી છે.


સોમવારે રિયલ્ટી અને આઈટી કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો. રિયલ્ટી સેક્ટરનો હિસ્સો 3.17 ટકા વધ્યો હતો. આઈટી સેક્ટરના શેરમાં 2.70%, હેલ્થકેર સેક્ટરમાં 2.70% અને ઈન્ફ્રા સેક્ટરમાં 1.42% અને ટેલિકોમ કંપનીઓમાં 1.32%નો વધારો થયો છે. બપોરે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube