• આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે

  • સિંગતેલ ડબાના ભાવમાં 20 દિવસમાં 95 રૂપિયાનો વધારો થયો 

  • કપાસિયા તેલના ભાવમાં 20 દિવસમાં 150 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો


ગૌરવ દવે/રાજકોટ :ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ (food oil) પણ આસામાને જઈ રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુરતના ખાતામાં આવી વધુ એક ઝળહળતી સિદ્ધિ 


20 દિવસમાં આટલો થયો ભાવવધારો 


રાજકોટ દરેક તેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. તેલિયા રાજા સ્ટોક કરવા લાગતા ભાવમાં ધરખમ વધારો થયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે તેલના ભાવમાં રૂપિયા 30 થી લઇને 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સિંગતેલ (sing tel price) ડબાના ભાવમાં 20 દિવસમાં 95 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલ (Kapasiya Tel) ના ભાવમાં 20 દિવસમાં 150 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. સિંગતેલનો ડબ્બો ફરી 2465 અને કપાસિયા તેલનો ડબ્બો 2400 રૂપિયાએ પહોંચ્યો છે. તો પામોલીન, સરરિયુ, સનફલાવર, કોર્ન ઓઇલ અને કોપરેલ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.


આ પણ વાંચો : ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ


મે મહિનામાં ભાવ ઘટ્યા હતા, હવે ફરી વધ્યા 


મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.