Groundnut Oil prices Hike ગૌરવ દવે/રાજકોટ : સતત થઈ રહેલા તેલના ભાવમાં ભડકાથી હવે માંડ રાહત મળી છે. ગુજરાતમાં સાતમ આઠમના તહેવાર પહેલા રાહતના સમાચાર આવ્યા છે. સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત થઈ છે. તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં નરમાશ આવી છે. આજે સીંગતેલમાં ડબ્બે રૂ.15નો ઘટાડો નોંધાયો છે. આમ, 4 દિવસમાં સિંગતેલના ડબ્બે 70 રૂ.નો ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ખાદ્યતેલ માર્કેટના અપડેટ અનુસાર, આજના લેટેસ્ટ ભાવ અનુસાર 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 2975 થી 3025 જોવા મળી રહ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ 1625 થી 1675 રૂપિયા થયો છે. આ ઉપરાંત પામોલિન તેલનો ભાવ 1390 થી 1395 રૂપિયે ડબ્બો થયો છે. મગફળીની આવક અને ઉત્પાદનના આંકડાને લઈ સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળતા વેપારીઓ તથા નાગરિકોમાં રાહત જોવા મળી રહી છે. હજી ચાર દિવસ પહેલા જ સિંગતેલના ડબ્બે રૂપિયા 40 નો ઘટાડો થયો હતો. 


લગ્ન માટે કોઈ બહેન નથી... સુરત નારી સુરક્ષા કેન્દ્ર બહાર આવુ બોર્ડ મારવાની નોબત આવી


ગુજરાતમા ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠને વધતા તેલના ભાવને અંકુશ લાવવા માટે પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. સંગઠને ખાદ્યતેલના આયાત પર અંકુશ મૂકવા માંગ કરી છે. સંગઠને ખરીફ પાકની સિઝન નવેમ્બરથી શરૂ થાય તે પહેલાં અમલ કરવા માંગ કરાઈ છે. સાથે જ કહ્યું કે, નવેમ્બર 2022 થી ઓક્ટોબર 2023 સુધીમાં ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા છે. આયાત પર નિયંત્રણ મુકવાથી ખાદ્યતેલમાં આંશિક વધારો આવશે પણ લાંબા ગાળે ફાયદો પણ થશે. 


ભયાનક મોટી આગાહી : ગાયબ થયેલા વરસાદ વચ્ચે ગુજરાત પર આવશે મોટુ સંકટ, તૈયાર રહેજો


હવે દિવાળી સુધી ખાદ્યતેલની ડિમાન્ડ યથાવત રહેશે
સીંગતેલ લુઝમાં 1825-1875ની ભાવની સપાટીએ સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. જ્યારે કપાસિયા વોશમાં 895-900નો ભાવ રહ્યો હતો. જેમાં પણ રાબેતા મુજબ કામકાજ નોંધાયા હતા.હાલમાં નવી મગફળીની આવક પણ શરૂ થઇ ગઈ છે. નવી આવક વધવાને કારણે ઓઇલમિલમાં પિલાણ વધવાની આશા સેવાઈ રહી હતી. ભાવ કાબૂમાં આવશે. પરંતુ નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ હોવા છતાં લોકોને નિરાશા મળી છે. હવે દિવાળી સુધી ખાદ્યતેલની ડિમાન્ડ યથાવત રહેશે. સટ્ટાખોરો સક્રિય થયા છે. હાલ મગફળી-ખાદ્યતેલની જે ડિમાન્ડ છે તેની સામે તેનો જથ્થો ઓછો રિલીઝ કરીને કૃત્રિમ તેજી ઉભી કરે છે જેને કારણે સામાન્ય લોકો પર બોજો આવી રહ્યો છે. તહેવાર સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.


UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ