GST Council: નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જેસલમેરમાં GST કાઉન્સિલની બેઠક યોજાઈ. જેમાં હેલ્થ ઈન્શ્યોરન્સ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર ટેક્સ ઘટાડવાની આશા હતી. પરંતુ તેના પર કોઈ નિર્ણય થયો નહીં. જ્યારે જૂની ગાડીઓના વેચાણ પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો. ત્યારે મીટિંગમાં કઈ વસ્તુ સસ્તી થઈ અને કઈ વસ્તુ મોંઘી થઈ?


  • જૂની ગાડીઓ વેચવા પર 18 ટકા GST લાગશે

  • લાઈફ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર ન મળી કોઈ રાહત

  • ફોર્ટિફાઈડ ચોખા પર એકસમાાન 5 ટકા GST લાગુ પડશે

  • 1500 રૂપિયાથી વધુના કપડાં લેવા પડશે મોંઘા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ નિર્ણયો GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો. રાજસ્થાનના જેસલમેરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 55મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં દેશના મોટાભાગના રાજ્યના નાણામંત્રી અને અમુક રાજ્યના મુખ્યમંત્રીએ જાતે હાજરી આપી. આ વખતની બેઠકમાં દેશના લોકોને આશા હતી કે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર ટેક્સ ઘટશે. પરંતુ તેના પર કરેલા નિર્ણયને હાલ પૂરતો ટાળી દીધો છે. આ અંગે GOMની મીટિંગ જાન્યુઆરીમાં ફરીથી કરવામાં આવશે. 


બેઠકમાં સૌથી મોટો નિર્ણય કાર અને ઈ-વ્હીકલ્સ પર લેવામાં આવ્યો. જૂના વાહનોના વેચાણ પર હવે 12 ટકાના બદલે 18 ટકા GST લાગશે. નવા ઈ-વ્હીકલ્સ પર 5 ટકા GST લાગે છે. જૂના ઈ-વ્હીકલ્સના સેલિંગ પર 18 ટકા જીએસટી લાગશે. સેકંડ હેન્ડ વાહનોના રિપેરિંગ-મેન્ટેનન્સ માટેના પાર્ટ્સ પર 18 ટકા GST રહેશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ફોર્ટિફાઈડ ચોખાના ભાવ પર એકસમાન 5 ટકા જીએસટી લાગુ રહેશે. તેનો કોઈપણ ઉપયોગ કરવા છતાં 5 ટકાથી વધુ જીએસટી નહીં લાગે.


જોકે જો તમે થિયેટરમાં કે બહાર પોપકોર્ન ખાવ છો તેના પર તમારે વધારે જીએસટી ભરવો પડશે એટલે કાઉન્સિલના નિર્ણયથી તમારા પોપકોર્નનો સ્વાદ બેસ્વાદ બની શકે છે. કેમ કે. રેડી ટુ ઈટ પોપકોર્ન પર 5 ટકા જીએસટી લાગશે. પ્રિ-પેકેજ્ડ કે લેબલની સાથેના પોપકોર્ન પર 12 ટકા જીએસટી લાગશે. ખાંડની સાથે મિક્સ પોપકોર્ન પર 18 ટકા જીએસટી લાગશે. બોટલબંધ પાણી, નોટબુક અને 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. 


જોકે કપડાં ખરીદવા હવે લોકોને મોંઘા પડી શકે છે. કેમ કે.. હાલમાં 1000 રૂપિયાના કપડાં પર 5 ટકા GST લાગે છે. જ્યારે તેનાથી વધુ મોંઘા કપડાં પર 12 ટકા GST લાગે છે. નવા નિર્ણયથી 1500 રૂપિયાના કપડાં પર 5 ટકાં GST લાગશે. 1500થી 10,000 સુધીના કપડાં પર 18 ટકા GST લાગશે. 10,000 રૂપિયાથી વધુના કપડાં પર 28 ટકા GST લાગશે. અમુક ઉત્પાદનો પર ટેક્સ વધારવાની વિચારણા ચાલી રહી છે. પરંતુ તે અંગે નિર્ણય જાન્યુઆરીમાં યોજાનારી GOMની બેઠકમાં લેવાશે.