નવી દિલ્હીઃ સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ યોગના  (Sovereign Gold Bond Scheme) 2021-22 માટે ઇશ્યૂ ભાવ  4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે. તે ખરીદી માટે 12 જુલાઈથી ખુલશે. સરકારી ગોલ્ડ બોન્ડ (એસજીબી) યોજના 2021-22ની ચોથી સિરીઝ 12 જુલાઈથી 16 જુલાઈ, 2021 સુધી ખરીદવા માટે ખુલશે. ભારત સરકારના પરામર્શથી રિઝર્વ બેન્ક ઓનલાઇન અરજી અને ડિજિટલ રીતે ચુકવણી કરનાર રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈ અનુસાર આવા રોકાણકારો માટે ઈશ્યૂ મુલ્ય 4757 રૂપિયા પ્રતિ ગ્રામ સોનું હશે. ત્રીજી સિરીઝના ગોલ્ડ બોન્ડનું ઈશ્યૂ મુલ્ય 4889 રૂપિયા પ્રતિ ગ્રામ હતું. તે ખરીદી માટે 31 મેથી ચાર જૂન 2021 સુધી ખુલી હતી. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે તે મે 2021થી સપ્ટેમ્બર 2021 સુધી છ તબક્કામાં સરકારી ગોલ્ડ બોન્ડ જાહેર કરશે. આરબીઆઈ ભારત સરકાર તરફથી બોન્ડ જારી કરશે. 


આ પણ વાંચોઃ Milk Price: Amul બાદ હવે Mother Dairy એ પણ વધાર્યા દૂધના ભાવ, જાણો નવો ભાવ


સોવરેન બોન્ડની ખાસિયત
બોન્ડ ઇશ્યુ થયાના પખવાડિયામાં સ્ટોક એક્સ્ચેંજ પર લિક્વિડિટીને આધિન બને છે. તેની સૌથી ખાસ વાત છે કે રોકાણકારોને સોનાના ભાવ વધવાનો લાભ તો મળે છે. સાથે ઇન્વેસ્ટમેન્ટ રકમ પર 2.5 ટકાનું ગેરંટી ફિક્સ્ડ વ્યાજ પણ મળે છે. આ બોન્ડની અવધિ 8 વર્ષ હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિડ્રોલ કરી શકાય છે. તેના ત્રણ વર્ષ બાદ લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે (મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે) તો લોન માટે તેનો ઉપયોગ કરી શકાય છે. 


ક્યાં સુધી જઈ શકે છે સોનાનો ભાવ
આઈઆીએફએલના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાનું કહેવુ છે કે કોરોના સંકટ છતાં સોનું રોકાણકારોનું પસંદગીનું માધ્યમ બનેલું છે અને તેમાં લાંબા ગાળા માટે તેજીનો દોર જારી રહેશે. તેનું કહેવું છે કે આ વર્ષે દિવાળી સુધી સોનું ફરી 55 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. 


ક્યાંથી કરશો ખરીદી
એસજીબીની દરેક અરજીની સાથે રોકાણકારનું પાન જરૂરી છે. ગોલ્ડ બોન્ડ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પોસ્ટઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો (એનએસઈ અને બીએસઈ) ના માધ્યમોથી તેની વેચણી કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube