999માં દેશમાં અને 1399 રૂ.માં વિદેશ યાત્રા!
પ્રવાસીઓને મળી રહી છે આકર્ષક તક
નવી દિલ્હી : એર ટ્રાવેલ કરાવનારી એવિએશન કંપની એર એશિયા ઇન્ડિયા સસ્તામાાં હવાઈ પ્રવાસ કરવાની તક આપી રહી છે. કંપની 999 રૂ.માં દેશમાં અને 1399 રૂ.માં વિદેશ પ્રવાસ માટે ટિકિટ આપી રહી છે. જોકે આ ઓફર લિમિટેડ સમય માટે જ છે. આ ઓફર કંપની તરફથી જાહેર કરાયેલા પસંદગીના રૂટ પર ફેબ્રુઆરી 2019થી નવેમ્બર 2019 સુધી હવાઇ પ્રવાસ કરવા માટે છે.
એર ઇન્ડિયા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'બિગ સેલ પ્રમોશન' અંતર્ગત આ સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં કંપની 999 રૂ.માં દેશમાં અને 1399 રૂ.માં વિદેશ પ્રવાસ માટે ટિકિટ આપી રહી છે.
આ ઓફર એર એશિયા ગ્રૂપ નેટવર્કની એર એશિયા ઇન્ડિયા, એર એશિયા બેરહદ, થાઇ એર એશિયા અને એર એશિયા Xમાં ઉપલબ્ધ છે. આ સુવિધાનો ફાયદો ઉઠાવવા ગ્રાહકે એર એશિયા મોબાઇલ એેપથી બુકિંગ કરાવવું પડશે. નોંધનીય છે કે એર એશિયા ભારતમાં 21 શહેરોમાં ફ્લાઇંગ સેવા આપે છે.