Mushroom Farming: દેશમાં મશરૂમની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. જેના લીધે મશરૂમની ખેતીમાં કમાણીના પણ ઉજ્જવળ ચાન્સ છે.  છત્તીસગઢ કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોની સલાહ પર અંબિકાપુરમાં મા દુર્ગા લક્ષ્મી જૂથની મહિલાઓ મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરીને દર મહિને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. ખેતરમાંથી નીકળતા ફાર્મ વેસ્ટ અને કોકો પીટનો ઉપયોગ કરીને ગોલ અને અમ્બ્રેલા મશરૂમનું ઉત્પાદન (Mushroom Production)ઝડપથી વધી રહ્યું છે. જે મહિલાઓને આવકમાં ફાયદો કરાવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 દિવસની મળે છે ટ્રેનિંગ
ઉનાળા દરમિયાન આ ખેતી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ક્લાઈમેટ કંટ્રોલ રૂમની સુવિધા અપાતાં મહિલાઓએ સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે. છત્તીસગઢ સરકાર દ્વારા 15 દિવસની તાલીમ પછી, 30 જૂથના સભ્યોએ શહેરના ગાંધીનગરમાં સ્થિત TCPC સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં મહિલાઓ એક સાથે મળીને મશરૂમની ખેતી કરી રહી છે. આમ કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જવાં કરતાં અહીં મહિલાઓ પોતાના માટે મજૂરી કરી રહી છે.


આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી

Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!


દરરોજ 50 થી 60 કિલો મશરૂમનું ઉત્પાદન
મા દુર્ગા લક્ષ્મી ગ્રૂપ સેન્ટરમાં દરરોજ 50 થી 60 કિલો મશરૂમનું (Mushroom) ઉત્પાદન થઈ રહ્યું છે, જે રોજની 10,000 રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યું છે. ચાર મહિના સુધી દરરોજ 50 કિલો મશરૂમનું (Mushroom) ઉત્પાદન કરવામાં આવશે. હવે અન્ય રાજ્યોના લોકો નિર્માતા જૂથમાં આવીને મશરૂમની માંગણી કરી રહ્યા છે. ઝારખંડમાંથી 1.10 ક્વિન્ટલનો ઓર્ડર મળ્યો હતો.


ઓનલાઈન માર્કેટ
મહિલાઓ જે ખાદ્યપદાર્થો તૈયાર કરે છે તે હવે ઓનલાઈન વેચવાની પણ તૈયારી ચાલી રહી છે. આ માટે આ જૂથ તેમને એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ અન્ય માધ્યમો પર ઉપલબ્ધ કરાવશે, જે સારો નફો કરશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો બહુ મોટો ફર્ક પડશે. 


દિલ્હીથી લાવેલા બિયારણથી સારી ઉપજ
મશરૂમની સારી ઉત્પાદન ક્ષમતા અને અનુકૂલિત આબોહવા જોઈને વૈજ્ઞાનિકોએ જૂથને દિલ્હીથી બીજ મંગાવવાનું સૂચન કર્યું, જેથી મશરૂમની ગુણવત્તામાં ઘટાડો ન થાય. આમ આ નવા બિયારણ મશરૂમની ખેતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.


આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ

હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube