Business Ideas: ચાલુ નોકરીએ ઇન્વેસ્ટમેન્ટ વગર શરૂ કરો આ બિઝનેસ, ફાયદો જ ફાયદો
Business Without Investment: ઘણી વખત લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા હોય છે, પરંતુ ફંડની અછતના કારણે બિઝનેસ શરૂ કરી શકતા નથી. જોકે, ઘણા એવા બિઝનેસ પણ છે જેની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ વગર પણ કરી શકાય છે.
Freelancing: ઘણા લોકો એવા હોય છે જેઓ જોબ કરે છે પરંતુ તેમનું મન હંમેશાથી પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા રાખતા હોય છે. જોકે, આ લોકો ઘણી વખત પરિસ્થિતીઓના કારણે બિઝનેસ શરૂ કરવા માટે આગળ આવી શકતા નથી તો ઘણી વખત તેમની પાસે બિઝનેસ શરૂ કરવા માટે યોગ્ય ફન્ડ હોતું નથી. જોકે, બદલાતા સમય અનુસાર બિઝનેસ કરવાની રીતોમાં પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક બિઝનેસ એવા પણ છે જેને જોબ સાથે પણ શરૂ કરી શકાય છે. ત્યારે તેમાં કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરિયાત નથી.
શરૂ કરી શકો છો જોબ સાથે બિઝનેસ
આજના સમયમાં લોકો એવો બિઝનેસ કરી રહ્યા છે જેમાં ઇન્વેસ્ટમેન્ટના નામ પર એકપણ પૈસો ખર્ચવામાં આવતો નથી. જોકે, આવા બિઝનેસમાં નફો પણ મેળવી શકાય છે. સાથે જ જો તમે પહેલાથી કોઈ નોકરી કરી રહ્યા છો અથવા કોઈ પ્રકારનું કામ કરી રહ્યા છો તો પણ આ બિઝનેસ તમે શરૂ કરી શકો છો. એવામાં આવો જાણીએ તે બિઝનેસ વિશે જે જોબની સાથે પણ શરૂ કરી શકાય છે.
'મારી દીકરી બાર નથી ચલાવતી, કોંગ્રેસે તેના ચારિત્ર્યનું હનન કર્યું'; મંત્રીનો પલટવાર
Blog
ઓનલાઈન બ્લોગ સ્ટાર્ટ કરી શકાય છે. બ્લોગ કન્ટેન્ટથી પણ જોડાયેલો હોઈ શકે છે અખવા વીડિયો સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. બ્લોગ પર જાહેરાત દ્વારા પૈસા કમાણી કરી શકો છો.
Affiliate Marketing
એફિલિએટ માર્કેટિંગ ઇન્ટરનેટ પર અન્ય કંપનીઓ અને વેબસાઈટના ઉત્પાદનો અને સેવાઓનું પ્રમોશન કરવાની એક લોક પ્રિય રીત છે. એફિલિએટ માર્કેટિંગ શરૂ કરવા માટે કોઈપણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી.
યુજવેન્દ્રના બર્થ-ડે પર પત્નીએ કરી ખાસ પોસ્ટ, ધનશ્રીએ કહ્યું- લાઈફ એક યાત્રા છે, પરંતુ...
Content Writing
ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઈટર પણ વર્તમાનમાં ઘણા ડિમાન્ડમાં છે. જો ભાષા પર તમારી પકડ છે તો તે ભાષાથી જોડાયેલી ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઈટિંગ તમે શરૂ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો.
Teaching
તમારા પસંદના સબ્જેક્ટના તમે ટીચર પણ બની શકો છો. ઘરે જ તમે ટ્યુશન શરૂ કરી શકો છો અથવા સ્ટૂડેન્ટને ઓનલાઈન માધ્યમથી ભણાવી શકો છો. ઓનલાઈન ટીચિંગનો બિઝનેસ પણ વર્તમાન સમયમાં ઘણો વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube