Goa bar row: 'મારી દીકરી બાર નથી ચલાવતી, કોંગ્રેસે તેના ચારિત્ર્યનું હનન કર્યું'; મંત્રીનો પલટવાર

Goa bar row: કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ ઇરાનીની દીકરી ગોવામાં એક ગેરકાયદેસર બાર ચલાવે છે. કોંગ્રેસે પીએમ મોદી પાસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને બરતરફ કરવાની પણ માંગ કરી છે.

Goa bar row: 'મારી દીકરી બાર નથી ચલાવતી, કોંગ્રેસે તેના ચારિત્ર્યનું હનન કર્યું'; મંત્રીનો પલટવાર

Goa bar row: સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ દ્વારા તેમની દીકરી પર બાર ચલાવવાના આરોપનું ખંડન કર્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મારી દીકરી બાર નથી ચલાવતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમની દીકરીના ચારિત્ર્યનું હનન કર્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની દીકરી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવી રહી છે. એટલું જ નહીં કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને બરતરફ કરવાની પણ માંગ કરી છે.

ઇરાનીની દીકરીના વકીલ કીરત નાગરાએ કહ્યું હતું કે, તેમની ક્લાયન્ટ 'સિલી સોલ્સ' નામના રેસ્ટોરન્ટની ના તો માલિક છે અને ના તેઓ તેનું સંચાલન કરે છે. તેમને કોઈ 'કારણ બતાવો નોટિસ' પણ મળી નથી. નાગરાએ કહ્યું કે, નિહિત હિત ધરાવતા ઘણા લોકો દ્વારા દૂષિત અને અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરી રહ્યા છે, જે તેમના ક્લાયન્ટની માતા પ્રતિષ્ઠિત નેતા સ્મૃતિ ઇરાની સાથે રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વકીલે આરોપને ખોટા ગણાવતા કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે લોકો માત્ર એટલા માટે દુષ્પ્રચાર કરી રહ્યા છે જેથી તથ્યોની ચકાસણી કર્યા વગર જ મુદ્દાહીન બાબતને સનસનાટીભરી રીતે રજૂ કરી શકાય અને તેઓ મારા ક્લાયન્ટને માત્ર એટલા માટે બદનામ કરી રહ્યા છે કે તેઓ એક નેતાની પુત્રી છે. કોંગ્રેસે એક દસ્તાવેજો જાહેર કરતા દાવો કર્યો કે એક્સાઇઝ વિભાગ તરફથી સ્મૃતિ ઇરાનીની પુત્રીને 'કારણ બતાવો નોટિસ' જાહેર કરવામાં આવી હતી અને જે અધિકારીએ નોટિસ મોકલાવી હતી તેમની બદલી કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે.

કોંગ્રેસના મીડિયા તેમજ પ્રચાર પ્રમુખ પવન ખેડાએ પત્રકારોને કહ્યું, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. ગોવામાં તેમની પુત્રી દ્વારા ચલાવવામાં આવી રહેલા રેસ્ટોરન્ટ પર દારૂ વેચવા માટે નકલી લાયસન્સ જાહેર કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે અને આ કોઇ સૂત્રોના અહેવાલથી અથવા એજન્સીઓ દ્વારા રાજકીય પ્રતિશોધ લેવા માટે લગાવવામાં આવેલો આરોપ નથી. પરંતુ માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો છે.

તેમણે દાવો કર્યો, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રીએ તેમના સિલી સોલ્સ કેફે એન્ડ બાર માટે નકલી દસ્તાવેજ આપી બાર લાયસન્સ ઇશ્યુ કરાવ્યું. કોંગ્રેસ નેતાના જણાવ્યા અનુસાર, 22 જૂન 2022 ના લાયસન્સના નવીનીકરણ માટે જે એન્થની ડીમાગાના નામથી આવેદન કરવામાં આવ્યું હતું, તેમનું ગત વર્ષે મે મહિનામાં મોત થયું છે. એન્થનીના આધાર કાર્ડથી જાણવા મળ્યું છે કે તે મુંબઇના વિલે પાર્લેના નિવાસી હતા. આરટીઆઇ હેઠળ સૂચના માંગનાર વકીલને તેમનું ડેથ સર્ટિફિકેટ પણ મળ્યું છે.

ખેડાએ દાવો કર્યો, 'દસ્તાવેજો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે બાર લાયસન્સ માટે જરૂરી રેસ્ટોરન્ટ લાયસન્સ વગર બાર લાયસન્સ આપવામાં આવ્યા હતા.' તેમણે કહ્યું- અમે પ્રધાનમંત્રી પાસે માંગ કરીએ છીએ કે તાત્કાલીક અસરથી સ્મૃતિ જૂબિન ઇરાનીને મંત્રીમંડળમાંથી બરતરફ કરવામાં આવે. રાહુલ ગાંધી પર ઇરાનીના હુમલા વિશે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ખેડાએ કહ્યું- 'અખબાર ચલાવવા જેવા સારા કામની તુલના ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવા સાથે કરી શકાય નહીં.' તેમણે પુછ્યું- શું આ બધું તેમની જાણકારી બહાર થઈ રહ્યું હતું અને શું લાયસન્સ તેમના પ્રભાવ વગર મળ્યું હશે? તેમણે આરોપ લગાવ્યો કે રેસ્ટોરન્ટ સુધી મીડિયાને પહોંચવા ન દેવા માટે ગોવામાં તેની ચારે તરફ ખાનગી સુરક્ષાકર્મી તેનાત કરવામાં આવ્યા છે. તેમણે પુછ્યું- 'અમે તમારી પાસેથી જાણવા માગીએ છીએ કે આ બધું કોના પ્રભાવ હેઠળ થઈ રહ્યું છે? આ ગેરકાયદેસર કૃત્ય પાછળ કોનો હાથ છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news