જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન લીધી હોય કે લોન લેવાનો પ્લાન હોય તો આ સમાચાર તમારા કામના છે. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક SBI એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે સતત ત્રીજા મહિને તમામ પ્રકારના લોનના વ્યાજ દરમાં 10 બિસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. આ એલાન બાદ બેંકના હોમ લોન, કાર લોન, અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે. બેંક તરફથી આ ફેરફાર આજથી જ લાગૂ કરી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવરનાઈટ MCLR 8.20% પર પહોંચ્યો
એસબીઆઈની ત્રણ વર્ષના સમયગાળા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR) વધીને 9.10% થઈ ગયો છે. જે પહેલા 9% હતો. ઓવરનાઈટ MCLR હવે 8.20% છે જે પહેલા 8.10% હતો. બેંકે જૂન 2024થી અલગ અલગ સમયગાળામાં પોતાના MCLR માં પહેલેથી જ 30 બેસિસ પોઈન્ટ સુધીનો વધાર્યો કર્યો હતો. અત્રે જણાવવાનું કે MCLR એ એવો સૌથી ઓછો વ્યાજ દર છે જેના પર કોઈ પણ બેંક પૈસા ઉધાર આપે છે. 


કોઈ પણ તેનાથી ઓછા પર ઉધાર ન આપી શકે પૈસા
કોઈ પણ બેંક MCLR થી ઓછા વ્યાજ દર પર પૈસા ઉધાર આપી શકે નહીં. જો તેનાથી ઓછા વ્યાજ દરે પૈસા ઉધાર આપવા હોય તો તેના માટે આરબીઆઈ પાસે મંજૂરી લેવી પડે છે. પહેલા બેંકો તરફથી લોન આપવા માટે બેસ રેટ માટે એક દરનો યૂઝ કરતા હતા. પરંતુ 2016માં આરબીઆઈએ નવી રીત શરૂ કરી. જેને MCLR કહેવામાં આવે છે. હવે બેંક લોનના દર નક્કી કરવા માટે આ નવી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. 


કેનેરા બેંકે 12 ઓગસ્ટથી લાગૂ કર્યો
એસબીઆઈ તરફથી MCLR વધારવામાં આવ્યો તે પહેલા બીજી સરકારી બેંકો જેમ કે બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યુકો બેંકે પણ MCLR માં વધારો કર્યો હતો. તેની અસર એ થઈ કે ગ્રાહકો માટે લોન લેવાનું મોંઘુ થયું. બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકના નવા MCLR 12 ઓગસ્ટ 2024થી લાગૂ થયા. જ્યારે યુકો બેંકના નવા MCLR 10 ઓગસ્ટથી લાગૂ થયા. 


બેંક કેમ સતત વધારે છે MCLR?
ભારતીય રિઝર્વ બેંકે MPCમાં 8 ઓગસ્ટ 2024ના રોજ રેપો રેટને 6.5% પર જ જાળવી રાખવાનો નિર્ણય લીધો. સતત નવમીવાર એવું બન્યું કે જ્યારે રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નહીં. સ્ટેન્ડિંગ ડિપઝિટ ફિસિલિટી (SDF) દર 6.25% પર છે. આ સિવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર અને બેંક દર 6.75% રહેશે.