Stock Market Update: વૈશ્વિક બજારના વલણ અને મંદીના ભણકારા વચ્ચે ગણેશ ચતુર્થીની રજા બાદ આજે બજાર ખુલ્યા તો સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા. આ અગાઉ પરમ દિવસે બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 9.16 વાગે 707.39 પોઈન્ટ તૂટીને 58829.68 ના સ્તરે જોવા મળ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 200.80 પોઈન્ટ ઘટીને 17558.50 ના સ્તરે જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, એસબીઆઈ, TATA Cons. Prod, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંકના શેર જોવા મળ્યા છે. 


ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ, ઈન્ફોસિસ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સના શેર હાલ જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટીસીએસ, ઈન્ફોસિસ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસીના શેર જોવા મળ્યા છે. 


મંગળવારે હતા આ હાલ
મંગળવારે સવારે બજાર મોટા ઉછાળા સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગ લીલા નિશાનમાં થતા જોવા મળ્યા. એટલું જ નહીં આ દરમિયાન તમામ સેક્ટર લીલા નિશાનમાં જોવા મળ્યા. બજાર લીલા નિશાન સાથે બંધ થયા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1564.45 પોઈન્ટ ચડીને 59537.07ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 446.40 પોઈન્ટ ઉછળીને 17759.30    ના સ્તરે બંધ થયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube