Stock Market Updates: વૈશ્વિક બજારમાંથી મળેલી મિક્સ સંકેતોના પગલે ગુરુવારે શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગગડ્યા. 30 અંકવાળો સેન્સેક્સ ગગડીને 55,391.93 અંક પર ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી મામૂલી તેજી સાથે 16,523.55 પર ખુલ્યો. જો કે પછી તેમાં પણ ઘટાડો જોવા મળ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 18 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ સવારે સાડા દસ વાગ્યે નિફ્ટીમાં 40.20ના વધારા સાથે 16561 પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 137.89 પોઈન્ટના વધારા સાથે 55535.42 પોઈન્ટ પર પહોંચ્યો છે. 


બીજી બાજુ વૈશ્વિક બજારોમાંથી મિક્સ સંકેતો મળ્યા છે જેની અસર ભારતીય બજારો પર પડી છે. અમેરિકી બજાર પર નજર ફેરવીએ તો ડાઉ જોન્સ 300 અંક ના દાયરામાં કારોબાર બાદ 50 અંક ચડીને બંધ થયો. નાસ્ડેકની વાત કરીએ તો તે 1.6 ટકા વધીને બંધ થયો. સારા પરિણામોથી નેટફ્લિક્સમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો. બુધવારે FIIs એ કેશમાં 1781 કરોડની ખરીદી કરી. જ્યારે  DIIs એ કેશમાં 230 કરોડ રૂપિયાની વેચાવલી કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube