કેટલા કરોડનો માલિક છે સોનાક્ષી સિન્હાનો ભાવિ ભરથાર? આ અભિનેત્રી સાથે જોડાયું હતું નામ!

Who is Zaheer Iqbal Sonakshi Sinha Net Worth: સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં જોડાવવાની છે. આ તમામ વાતો વચ્ચે જાણો કોણ છે ઝહીર ઈકબાલ, તેમના પિતા શું કરે છે, કેવી રીતે સલમાન ખાસ સાથે સંબંધ છે?

કોણ છે સોનાક્ષી સિન્હાનો થનાર પતિ ઝહીર ઈકબાલ

1/8
image

શત્રુઘ્ન સિન્હાની લાડકી દીકરી સોનાક્ષી સિન્હાએ પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરી લીધો છે. અહેવાલો અનુસાર, તે અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. વાસ્તવમાં, 23 જૂન, 2024 એ તારીખ પણ જાણવા મળી રહી છે, જ્યા બંને લગ્ન કરશે. તો આ દરમિયાન અમે તમને જણાવીએ કે સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ ઝહીર ઈકબાલ કોણ છે, તે શું કરે છે, સલમાન ખાન સાથે તેના કનેક્શન શું છે અને તેની નેટવર્થ શું છે.

ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાનો સંબંધ

2/8
image

ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા એ કપલ છે જેમણે પોતાના સંબંધોને ચાહકોની નજરથી છુપાવીને રાખ્યા. પરંતુ વર્ષ 2022માં બંનેએ પોતાના સંબંધોને દુનિયાની સામે જાહેર કર્યા. ત્યારબાદ ઝહીરે વાત વાતમાં ખુલ્લેઆમ અભિનેત્રીને  લવ યૂ કહી દીધી હતું. પછી બંને જણાં ઘણીવખત સાથે જોવા મળ્યા હતા.

ઝહીર ઈકબાલનો સલમાન ખાસ સાથે શું સંબંધ છે?

3/8
image

ઘણી વખત લોકો સવાલ કરે છે કે શું ઝહીર ઈકબાલ અને સલમાન ખાનની મિત્રતા કેવી રીતે થઈ. તે ફોટો પણ તમે જોયો હશે, જેમાં ઝહીરને સલમાન ખાને ખોળામાં લીધેલો છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનને તે પોતાના પિતાના કારણે જાણે છે. ઝહીર ઈકબાલના પિતા બિઝનેશમેન છે જેમનું નામ ઈકબાલ રત્નાસી છે. તે જ્વેલરીના વેપારી છે. તેમની સલમાન ખાન સાથે ઘણી જૂની મિત્રતા છે.

સલમાન ખાને લીધા હતા ઝહીર ઈકબાલના પિતા પાસે ઉધાર

4/8
image

વર્ષ 2018ની વાત છે જ્યારે સલમાન ખાને આ વાતને જાતે જણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર ઝહીર ઈકબાલ અને તેમના પિતાની સાથે ફોટો શેર કરીને જણાવ્યું હતું કે ભૂતકાળમાં ઝહીરના પિતા પાસેથી 2011 રૂપિયા ઉધાર લીધા હતા.

કેવી રીતે શરૂ થઈ ઈકબાલ અને સોનાક્ષી સિન્હાની પ્રેમ કહાની

5/8
image

સોનાક્ષી સિન્હાની જેમ ઝહીર ઈકબાલને લોન્ચ પણ સલમાન ખાને જ કર્યો હતો. વર્ષ 2019માં ઝહીર ઈકબાલે નોટબુક (Notebook Movie)થી ડેબ્યૂ કર્યું હતું જે હોલિવુડ ફિલ્મ ટીચર્સ ડાયરીનું એડેપ્ટેશન હતું. આ ફિલ્મને સલમાન ખાને જ પ્રોડ્યૂસ કરી હતી. જોકે ઝહીરનું ડેબ્યૂ ફ્લોપ રહ્યું હતું. 

ઝહીર ઈકબાલનું અફેયર, સના સઈદ સંગ જોડાયું હતું નામ

6/8
image

ઝહીર ઈકબાલનું નામ દીક્ષા સેઢથી લઈને સના સઈદ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જોકે, એક્ટરે ક્યારેય આ વિશે વાત કરી નથી. કહેવામાં આવે છે કે સના સઈદતી તો ઝહીરની મુલાકાત એક દોસ્તની પાર્ટીમાં થઈ હતી.

ઝહીર ઈકબાલની નેટવર્થ

7/8
image

દાવા કરવામાં આવે છે કે ઝહીર ઈકબાલની નેટવર્થ 2 કરોડ રૂપિયા છે. ફેમિલી બિઝનેસની કમાણી તેમાં સામેલ નથી. તે એક્ટિંગ, ફેમિલી બિઝનેસ સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.

4900% વધું છે સોનાક્ષીની થનાર દુલ્હેરાજાથી નેટવર્થ

8/8
image

તમામ મીડિયા રિપોર્ટસનો દાવો છે કે સોનાક્ષી સિન્હાની નેટવર્થ 102 કરોડ રૂપિયા છે. જે તેના થનારા પતિથી 4900% વધુ છે. જોકે, સોનાક્ષી અને ઝહીરની જોડી એવી છે જે ના તો પૈસા વચ્ચે આવ્યા કે ના આવ્યો ધર્મ.