CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા

જે. જે. પંડ્યા સરદાર સરોવર નિગમમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. આજથી જ તેમની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને આગામી ત્રણ મહિના સુધીના પગાર ચૂકવવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઈમાન બાબુઓ સામે શરૂ કરેલી કાર્યવાહી હવે નવા મોડ પર પહોંચી છે. રાજ્ય સરકારે એક અધિકારીને ફરજીયાત નિવૃત્તિ આપીને ઘરે બેસાડી દીધા છે. જીહા... જે જે પંડયાને રાજ્ય સરકારે ફરજીયાત નિવૃત્તિના આદેશ કર્યા છે. 

જે. જે. પંડ્યા સરદાર સરોવર નિગમમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. આજથી જ તેમની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને આગામી ત્રણ મહિના સુધીના પગાર ચૂકવવામાં આવશે પરંતુ તેમની સામે જે ખાતાકીય તપાસ ચાલે છે તે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news