નવી દિલ્હી : સતત આઠમા દિવસે શેરબજારે રેકોર્ડ હાઇ સાથે નવી શરૂઆત કરી છે. બુધવારે પણ માર્કેટ નવા રેકોર્ટ પર ખુલ્યું. સેન્સેક્સે ખુલતા જ 37711.9નો નવો રેકોર્ડ બનાવ્યો. નિફ્ટી પણ 11386.9ના નવા શિખર સુધી પહોંચી ગયો છે. માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં સારી ભાગીદારી જોવા મળી છે. બંનેના ઇન્ડેક્સમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. નિફ્ટી 24 અંક ચડીને 11,381ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં લેવાલી દેખાઈ રહી છે.  બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા સુધી ઉછળ્યો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા ચડ્યો છે. મિડકેપ શેર્સમાં ભારત ઇલેકટ્રોનિક્સ, આદિત્ય બિરલા ફેશન, ભારત ફોર્ઝ અને અદાણી પાવર 4.5-2.25 ટકા સુધી ઉછળ્યા છે. જોકે મિડકેપ શેર્સમાં રિલાયન્સ ઇન્ફ્રા, કેસ્ટ્રોલ, રિલાયન્સ કેપિટલ તેમજ બ્લુ ડાર્ટ 5-1.7 ટકા ગગડ્યા છે. 


સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો એફએમસીજી, મેટલ, પીએસયુ બેંક, કેપિટલ ગુડ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં લેવાલી દેખાઈ રહી છે. જોકે ઓટો અને પાવર શેર દબાણમાં છે. માર્કેટના બિઝનેસમાં આઇઓસી, બજાજ ઓટો, લ્યુપિન, એનપીસીએલ, બીપીસીએલ, વેદાંતા, ભારતી એરટેલ, ટીસીએસ અને કોટક મહિન્દ્ર બેંક 2.4-1.1 ટકા ચડ્યા છે. જોકે દિગ્ગજ શેર્સમાં તાતા મોટર્સ, આયશર મોટર્સ, એનટીપીસી, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક અને એચડીએફસી 3.6-0.7 ટકા ગગડ્યા છે. 


બિઝનેસના લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...