Stock Market Update: ગ્લોબલ માર્કેટના સારા સંકેતથી શેર બજારમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત
Stock Market Update: પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30 માંથી 25 શેર મજબૂતી સાથે કારોબાર કરતા જોવા મળ્યા નિફ્ટી પણ ટોપ ગેનર્સમાં છે.
Stock Market Updates: ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા દમદાર સંકેતો બાદ ઘરેલુ શેર બજારમાં મંગળવારે તેજી જોવા મળી છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા છે. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટ વાળો સેન્સેક્સ 266.44 પોઇન્ટની તેજી સાથે 53,501 પર ખુલ્યો છે. ત્યારે 50 પોઈન્ટ વાળો નિફ્ટી 15,909.15 પર ખુલ્યો છે.
પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30 માંથી 25 શેર મજબૂતી સાથે કારોબાર કરતા જોવા મળ્યા નિફ્ટી પણ ટોપ ગેનર્સમાં છે.
ગ્લોબલ માર્કેટમાં તેજી
બીજી તરફ ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેત મળી રહ્યા છે. સોમવારે અમેરિકાનું બજાર બંધ રહ્યું પરંતુ એશિયન બજારે સારું પ્રદર્શન કર્યું. ડાઓ ફ્યુચર્સમાં 100 પોઈન્ટની મજબૂતી આવી છે. સાઉથ કોરિયામાં મોંઘવારીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને તે વધીને 6 ટકા થઈ ગઇ છે.
Stocks to Buy: આ 5 સ્ટોક્સમાં બનશે પૈસા! મળી શકે છે 56 ટકા સુધી રિટર્ન
સોમવારના શેર બજારની સ્થિતિ
આ પહેલા સોમવારના ત્રણ દિવસના ઘટાડા બાદ ઘરેલુ શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. કારોબારી સત્રના અંતમાં 30 પોઈન્ટ વાળો સેન્સેક્સ 326.84 પોઇન્ટની તેજી સાથે 53,234.77 ના સ્તર પર બંધ થયો. ત્યારે 50 પોઇન્ટ વાળો નિફ્ટી 83 પોઇન્ટ વધી 15,835.35 ના સ્તર પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube