Stocks to Buy: આ 5 સ્ટોક્સમાં બનશે પૈસા! મળી શકે છે 56 ટકા સુધી રિટર્ન

Stocks to buy: સારા બિઝનેસ આઉટલુકને જોતો બ્રોકરેજ હાઉસે કેટલાક સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમાં કરંટ પ્રાઈઝથી 56 ટકા સુધી દમદાર રિટર્ન મળી શકે છે.

Stocks to Buy: આ 5 સ્ટોક્સમાં બનશે પૈસા! મળી શકે છે 56 ટકા સુધી રિટર્ન

Stocks to buy: દુનિયાભરના બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહી છે. ભારતીય શેર બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે કોર્પોરેટ ડેવલપમેન્ટના દમ પર ઘણા સ્ટોક આકર્ષક જોવા મળી રહ્યા છે. સારા બિઝનેસ આઉટલુકને જોતો બ્રોકરેજ હાઉસે કેટલાક સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમાં કરંટ પ્રાઈઝથી 56 ટકા સુધી દમદાર રિટર્ન મળી શકે છે.

Axis Bank Ltd
Axis Bank ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Sharekhan એ ખરીદી કરવાની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈઝ 940 રૂપિયાનો છે. 4 જુલાઈ 2022 ના શેરના ભાવ 654 રૂપિયા હતા. નિવેશકોને આગળ પ્રતિ શેર 286 રૂપિયા અથવા લગભગ 44 ટકાનું રિટર્ન મળી શકે છે.

Sundram Fasteners Limited
Sundram Fasteners ના સ્ટોક પર Sharekhan એ ખરીદી કરવાની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈઝ 1,030 રૂપિયા છે. 4 જુલાઈ 2022 ના શેરનો ભાવ 740 રૂપિયા રહ્યો. રોકાણકારોને આગળ પ્રતિ શેર 290 રૂપિયા અથવા લગભગ 39 ટકાનું રિટર્ન મળી શકે છે.

Indusind Bank Ltd 
Indusind Bank ના સ્ટોક પર Motilal Oswal એ ખરીદી કરવાની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈઝ 1,300 રૂપિયા છે. 4 જુલાઈ 2022 ના શેરનો ભાવ 832 રૂપિયા રહ્યો. રોકાણકારોને આગળ પ્રતિ શેર 468 રૂપિયા અથવા લગભગ 56 ટકાનું રિટર્ન મળી શકે છે.

KEC International Ltd
KEC International લિમિટેડના સ્ટોક પર ICICI Securities એ ખરીદી કરવાની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈઝ 502 રૂપિયા છે. 4 જુલાઈ 2022 ના શેરનો ભાવ 396 રૂપિયા રહ્યો. રોકાણકારોને આગળ પ્રતિ શેર 106 રૂપિયા અથવા લગભગ 27 ટકાનું રિટર્ન મળી શકે છે.

Coal India Ltd 
Coal India Ltd ના સ્ટોક પર ICICI Securities એ ખરીદી કરવાની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈઝ 258 રૂપિયા છે. 4 જુલાઈ 2022 ના શેરનો ભાવ 182 રૂપિયા રહ્યો. રોકાણકારોને આગળ પ્રતિ શેર 76 રૂપિયા અથવા લગભગ 42 ટકાનું રિટર્ન મળી શકે છે.

(નોંધ: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી ન્યુઝના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ જરૂરથી લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news