Stocks to BUY: બજાર ઓલ ટાઈમ હાઈ પર છે અને બજેટનો સમય નજીક આવી રહ્યો છે. પરિણામના સીઝનની શરૂઆત થઈ ગઈ છે. પોઝિટિવ મૂડ માહોલ વચ્ચે એક્સિસ ડાયરેક્ટએ આગામી 15 દિવસની દ્રષ્ટિએ આ પાંચ શેરમાં ખરીદીની સલાહ આપી છે. તેમાં Dalmia Bharat, Castrol India અને Reliance જેવા સ્ટોક્સ છે. આવો જાણીએ ટાર્ગેટ સહિત અન્ય વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Share Price Target
Reliance નો શેર 3193 રૂપિયાના સ્તર પર છે. તે એન્ટ્રી પ્રાઇઝ રેન્જમાં છે. 3270 રૂપિયાનો ટાર્ગેટ અને 3180 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. તેનો 52 વીક હાઈ 3217 રૂપિયા છે. એક સપ્તાહમાં અટધો ટકો, બે સપ્તાહમાં બે ટકાની તેજી આવી છે. 


Castrol Share Price Target
Castrol India નો શેર 251 રૂપિયાના સ્તર પર છે. 251-254 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 279 રૂપિયાનો ટાર્ગેટ અને 248 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. આ સ્ટોકનો 52 વીક હાઈ 260 રૂપિયા છે. એક સપ્તાહમાં નવ ટકા અને બે સપ્તાહમાં સ્ટોકે 22 ટકા રિટર્ન આપ્યું છે. 


આ પણ વાંચોઃ 1 શેર પર 410 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ 20 જુલાઈ પહેલા


Dalmia Bharat Share Price Target
સુગર કંપની Dalmia Bharat નો શેર 1933 રૂપિયાના સ્તર પર છે. 2010 રૂપિયાનો ટાર્ગેટ અને 1905 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. આ સ્ટોક માટે 52 વીક હાઈ 2428 રૂપિયાનો છે. એક સપ્તાહમાં સ્ટોકે 4 ટકા અને બે સપ્તાહમાં 7 ટકાનું રિટર્ન આપ્યું છે. 


Dr Reddy Share Price Target
Dr Reddys Labs નો શેર 6719 રૂપિયાના સ્તર પર છે. તે માટે ટાર્ગેટ 6800 રૂપિયા અને 6620 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ ફાર્મા સ્ટોક ઓલ ટાઈમ હાઈ પર છે. આ સપ્તાહે શેરમાં 3 ટકા અને બે સપ્તાહમાં 5 ટકાની તેજી આવી છે. 


MRPL Share Price Target
ICICI Direct એ MRPL શેરને પસંદ કર્યો છે. મેંગલુરૂ રિફાઇનરીનો શેર આ સપ્તાહે 240 રૂપિયા પર બંધ થયો છે. 230-236 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 252 રૂપિયા ટાર્ગેટ અને 218 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં શેરમાં 10 ટકા અને બે સપ્તાહમાં 12 ટકાની તેજી આવી છે. 


ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.