Stocks to buy: આ 5 શેર કરાવશે મોટી કમાણી, મળી શકે છે 35% સુધીનું દમદાર રિટર્ન
Stocks to buy after Q3 results: શેર બજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ બાદ ઘણા શેર આકર્ષક વેલ્યુએશન પર છે. બ્રોકરેજ હાઉસ દ્વારા આ શેરો પર દાંવ લગાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ શેર બજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ બાદ ઘણા શેર આકર્ષક વેલ્યુએશન પર છે. ઘણી કંપનીઓનો પ્રોફિટ, રેવેન્યૂ અને એબિટડા આશાથી સારો રહ્યો છે. કંપનીઓની હાલની આવક અને ગ્રોથ આઉટલુકના આધાર પર બ્રોકરેજ હાઉસ તેના સ્ટોક્સની ફરી રેટિંગ કરી રહ્યું છે. અહીં બ્રોકરેજ હાઉસના 5 સ્ટોક્સના સૂચનોને લેવામાં આવ્યા છે, જ્યાં રોકાણની સલાહ આપવામાં આવી છે. તેમાં કરન્ટ પ્રાઇઝથી 35 ટકા સુધીનું દમદાર રિટર્ન મળી શકે છે.
KPR Mill Ltd
કેપીઆર મિલ લિમિટેડના શેરમાં શેરખાને 810 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદીની સલાહ આપી છે. તેની કરંટ પ્રાઇઝ 644 રૂપિયા છે, જે પ્રમાણે પ્રતિ શેર 166 રૂપિયા કે આશરે 26 ટકા રિટર્ન મળી શકે છે.
Bata India Ltd
બાટા ઈન્ડિયા લિમિટેડના શેરમાં એક્સિસ સિક્યોરિટિઝે 2200 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇઝની સાથે ખરીદીની સલાહ આપી છે. કરંટ પ્રાઇઝ 1901 રૂપિયા પ્રમાણે પ્રતિ શેર 299 રૂપિયા કે 16 ટકાનું રિટર્ન મળી શકે છે.
આ પણ વાંચોઃ 10 રૂપિયાનો કયો સિક્કો વેલિડ? સરકારે દૂર કર્યું કંફ્યૂઝન
Bosch Ltd
બોશ લિમિટેડના શેરમાં શેરખાને 21199 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝની સાથે ખરીદીની સલાહ આપી છે. કરંટ પ્રાઇઝ 16551 રૂપિયા પ્રમાણે પ્રતિ શેર 4678 રૂપિયા કે આશરે 28 ટકાનું રિટર્ન મળી શકે છે.
DCB Bank Ltd
DCB બેન્ક લિમિટેડના શેરમાં આનંદ રાઠીએ 115 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ સાથે ખરીદીની સલાહ આપી છે. કરંટ પ્રાઇઝ 84.70 રૂપિયા પ્રમાણે પ્રતિ શેર 30 રૂપિયા કે આશરે 35 ટકાનું રિટર્ન મળી શકે છે.
Suven Pharmaceuticals Ltd
સુવેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના શેરમાં આનંદ રાઠીએ 660 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ સાથે ખરીદીની સલાહ આપી છે. કરંટ પ્રાઇઝ 538 રૂપિયા પ્રમાણે પ્રતિ શેર 122 રૂપિયા કે આશરે 23 ટકા રિટર્ન મળી શકે છે.
(નોટઃ સ્ટોક્સની કરંટ પ્રાઇઝ 10 ફેબ્રુઆરી 2022ની છે)
(ડિસક્લેમરઃ અહીં શેરોમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા બ્રોકરની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube