• મિતુલે કોરાનાની પરિસ્થિતિમાં લાખો રૂપિયાની નોકરી કરવાને બદલે તેને ઠુકરાવી દીધી, કારણ કે મિતુલનુ સ્વપ્ન કંઇક અલગ જ હતુ

  • કોરોના દરમિયાન રસ્તા પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સને મફતમાં ચાનુ વિતરણ કર્યું, અને લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ મેળવ્યા


ચેતન પટેલ/સુરત :સામાન્ય રીતે કોરોનાના કપરા કાળમાં કોઇ પણ વ્યક્તિ લાખો રૂપિયાની નોકરી છોડી શકે એ વાત માનવામા ન આવે. પરંતુ કહેવાય છે ને એક ગુજરાતી જ શુન્યમાંથી સર્જન કરી જાણે છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં રત્ન કલાકારના પુત્રને પુણેની સિમ્બાસીસ યુનિવર્સિટી (symbiosis university) માંથી એમબીએનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂર્ણ થતા જ 24 લાખના પગારની નોકરીની ઓફર મળી. જો કે આ યુવાને નોકરીને ઠોકર મારી ચા (Tea) ની દુકાન ખોલી હાલ લાખો રૂપિયા કમાઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતી દંપતીએ સંતાનપ્રાપ્તિની એવી અરજી કરી કે હાઈકોર્ટના જજ પણ ભાવુક થઈ ગયા


બેંકની નોકરી છોડી ચાનો વ્યવસાય શરૂ કર્યો 
સુરતના વરાછા વિસ્તારમા રહેતા મિતુલ પડસાલાના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. મિતુલે પૂણેની સિમ્બાસીસ યુનિવર્સિટીમા એમબીએ (MBA) નો અભ્યાસ કર્યો છે. મિતુલના પિતા રત્નકલાકાર હોઈ તેમની પાસે તેને ભણાવવાના પૂરતા રૂપિયા ન હતા, જેથી અભ્યાસનો ખર્ચો તેના કાકાએ ઉઠવ્યો હતો. વર્ષ 2019 માં મિતુલે પોતાનો અભ્યાસ પૂરો કરતાની સાથે જ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી રૂપિયા 24 લાખના પગારની ઓફર મળી હતી. પરંતુ મિતુલે કોરાનાની પરિસ્થિતિમાં લાખો રૂપિયાની નોકરી કરવાને બદલે તેને ઠુકરાવી દીધી હતી. કારણ કે મિતુલનુ સ્વપ્ન કંઇક અલગ જ હતુ. 


આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં ‘દીદી’ની એન્ટ્રી, અમદાવાદમાં TMC ના વિશાળ પોસ્ટર લાગ્યા


કોરોનામાં ફ્રીમાં ચાનું વિતરણ કરીને 42 પ્રકારની ચા બનાવવાનું શીખ્યું 
મિતુલ કોરોનાના સમયમાં પૂણેથી સુરત (Surat) આવી ગયો હતો. શરુઆતના સમયમા તે કોરોના દરમિયાન રસ્તા પર ફરજ બજાવતા પોલીસ, ઝાડુ મારવાવાળા કર્મચારીઓને મફતમાં ચાનુ વિતરણ કરતો હતો. જ્યાંથી તે લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ પણ મેળવતો હતો. જુદા જુદા લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ મેળવી તેણે અલગ અલગ 42 પ્રકારની ચા બનાવવાની રેસિપી શીખી લીધી. ચા બનાવતા શીખ્યા બાદ તેણે ચા માટે કેફે (Tea Cafe) ખોલવાનુ નક્કી કર્યુ હતુ. જો કે જે તે સમયે તેના પરિવારને પસંદ ન હતુ કે દીકરાએ આટલો અભ્યાસ કર્યો અને લાખ્ખો રૂપિયાની નોકરી છોડી હવે ચા વેચશે. 


આ પણ વાંચો : અમદાવાદથી ઉપડતી આ સ્પેશિયલ ટ્રેનોના શિડ્યુલમાં થયો મોટો ફેરફાર


42 પ્રકારની ચા પિરસે છે 
જો કે મિતુલએ પરિવારને પોતાની સાથે લઈ સુરતના વેસુ વિસ્તારમા ‘આપ કી અપની ચા’ નામની દુકાન (Tea Shop) ખોલી છે. જ્યાં આજે તે 42 પ્રકારની ચા ગ્રાહકને પીરસી રહ્યો છે. આ શોપમાં રૂપિયા 40 થી લઇને 102 રૂપિયામાં ચા વેચાય છે. ચા ની સાથે મિતુલની શોપમાં ત્રણ પ્રકારની કોફી પણ મળે છે. કે જેથી કોફીરસિયાઓને બીજી જગ્યાએ જવુ ન પડે. 



લાખોની કમાણી કરે છે મિતુલ 
હાલ મિતુલ આ જ ચાની દુકાનમાંથી લાખ્ખો રુપિયાની કમાણી કરી રહ્યો છે. આ દુકાનમા ગ્રાહકો માટે બીજી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ ટી કેફે સંપૂર્ણ ડિજિટલ છે. ઓર્ડર બુક પણ ડિજિટલ રાખવામાં આવ્યુ છે. સાથોસાથ ગ્રાહકનો ઓર્ડર આવે ત્યા સુધી તેઓ ચેસ તથા પુસ્તક રીડિંગ પણ કરી શકે તે રીતનુ આયોજન કરવામા આવ્યું છે.