24 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા, ચેક કરો ડિટેલ
સિલ્વન પ્લાઈબોર્ડના ઈક્વિટી શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. નોંધનીય છે કે આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે ઓછામાં ઓછા ₹1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
Sylvan Plyboard IPO: ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ પર દાવ લગાવી કમાણી કરવાની યોજના બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં લાકડી ઉત્પાદક નિર્માતા સિલ્વન પ્લાઈબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ લોન્ચ થવાનો છે. આશરે 28 કરોડનો આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે સોમવાર 24 જૂને ઓપન થશે અને બુધવાર 26 જૂને બંધ થશે.
શું છે પ્રાઇઝ બેન્ડ
સિલ્વન પ્લેઈબોર્ડ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીની યોજના ફિક્સ્ડ પ્રાઇઝ ઈશ્યૂથી 28.05 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. આઈપીઓમાં 51 લાખ ઈક્વિટી શેરનો એક ફ્રેશ ઈશ્યૂ છે. સિલ્વન પ્લાઈબોર્ડ આઈપીઓનું એલોટમેન્ટ 27 જૂને થઈ શકે છે, જ્યારે કંપની 1 જુલાઈએ શેર બજારમાં પર્દાપણ કરશે. સિલ્વન પ્લાઈબોર્ડના શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. ઓછામાં ઓછા એક લોટ માટે રિટેલ ઈન્વેસ્ટરોએ ₹1,10,000 નું રોકાણ કરવું પડશે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર, જુલાઈમાં થશે આટલો મોટો વધારો
શું કરશે કંપની
સિલ્વન પ્લાઈબોર્ડ આઈપીઓથી ભેગી કરવામાં આવેલી રકમથી કંપની પ્લાન્ટ અને મશીનરીની ખરીદી કરશે. તો કંપની વર્કિંગ કેપિટલની જરૂરીયાત અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યને પૂરા કરવા માટે રકમનો ઉપયોગ કરશે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ સિલ્વન પ્લાઈબોર્ડ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ રજીસ્ટ્રાર છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
સિલ્વન પ્લાઈબોર્ડે FY23 માં ₹3.52 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ અને ₹199.15 કરોડ રૂપિયાનું રેવેન્યૂ કર્યું હતું. ડિસેમ્બર 2023ના સમાપ્ત નવ મહિના માટે કંપનીનો પ્રોફિટ 4.47 કરોડ અને આવક ₹161.93 હતી.