નવી દિલ્હી: ભારતમાં એક એવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી, જેને કોઇ કંપનીના કસ્ટમર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી નહી. એક એવું પ્રોડક્ટ જે કોઇ રાજનેતાના કહેવાથી દેશના દિગ્ગજ ઇંડસ્ટ્રલિસ્ટે બનાવી. મહિલાઓના બ્યૂટી પ્રોડક્ટ. સાંભળીને તો જરૂર આશ્વર્ય થશે પરંતુ આ વાત સાચી છે. તે રાજનેતાનું નામ છે જવાહરલાલ નહેરૂ, ઇંડસ્ટ્રલિસ્ટનું નામ છે જેઆરડી ટાટા અને પ્રોડક્ટનું નામ 'લેક્મે' છે. આવો તમને જણાવીએ કે લેક્મેને ક્યારે અને કેમ લોંચ કરવામાં આવી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે ચીનમાં નોકરી કરવા માંગો છો, જાણો વર્ક પરમિટ પ્રાપ્ત કરવાની સરળ રીત


નહેરૂના કહેવાથી ટાટાએ બનાવી લેક્મે
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ આ વાતને લઇને ચિંતિત હતા કે ભારતીય મહિલાઓ બ્યૂટી પ્રોડક્ટ્સ પર મોટાપાયે વિદેશી મુદ્વા ખર્ચ કરી રહી છે. એવામાં નહેરૂએ વ્યક્તિગત રીતે જેઆરડી ટાટાને ભારતમાં એક બ્યૂટી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરવાની અરજી કરી. વર્ષ 1952માં ટાટા ઓઇલ મિલ (ટોમકો)એ 100 ટકા સબ્સિડયરી કંપની લેક્મે લીવરની શરૂઆત કરી. સિમોની ટાટા આ કંપનીની ચેરપર્સન બની હતી. લગભગ 67 વર્ષ પહેલાં આ પ્રોડક્ટે વિદેશી બ્રાંડ્સ વચ્ચે પોતાની જગ્યા બનાવી અને આજે તેનું માર્કેટ શેર 17.7 ટકાથી વધુ છે. 

WhatsApp પર આવ્યું નવું ફીચર, હવે મળશે આ નવી સુવિધાનો લાભ


હિંદુસ્તાન યૂનિલિવરનો થયું લેક્મે
1996માં ટાટાએ લેક્મે લીવરની 100 ટકા ભાગીદારી એચએલએલ જેને હવે હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડ (એચયૂએલ)ના નામથી ઓળખવામાં આવે છે, તેને 200 કરોડ રૂપિયામાં વેચી દીધી. તે સમયે એચયૂએલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સૌથી વધુ પ્રોફિટેબલ પ્રોફિટેબલ પ્રોડક્ટ લેક્મે જ છે. વર્ષ 2018ના અંત સુધી લગભગ 97,100 કરોડ રૂપિયાના ઇન્ડીયન બ્યૂટી પ્રોડક્ટ માર્કેટમાં 17.7 ટકાથી વધુ છે.
આ વર્ષે સેંસેક્સ થશે 40 હજારને પાર! અહીં મળશે મોટા રિટર્ન, આ શેરોમાં કરો રોકાણ


લેક્મેએ કમાયું નામ
બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2012માં ઇન્ડીયાના સૌથી મોટા ટ્રસ્ટેડ બ્રાંડ્સમાં લેક્મેની રેકિંગ 104 થી, જે 2013માં 71મા ક્રમે પહોંચી ગઇ અને 2014માં 36મું સ્થાન પ્રાપ્ત કર્યું. 2018ની બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં લેક્મે એફએમસીજી સુપર કેટેગરીમાં પતંજલી બાદ બીજા ક્રમે છે. બ્રાંડ ટ્રસ્ટ રિપોર્ટ ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે એક બ્રાંડ એનાલિટિક્સ કંપની છે. 


લેક્મેની પોતાની એપ
મેકઅપ કરવાના શોખીન લોકો માટે લેક્મેની પોતાની એપ પણ છે. આ Lakmé Makeup Pro એપ નામથી છે. આ એપમાં તમને સ્માર્ટફોનનો કેમેરો તમારા માટે મિરરનું કામ કરે છે. તેની મદદથી તમે હજારો નવા લુક ટ્રાઇ કરી શકો છો. આ એપ તમને સ્કિનટોન અને સ્કિન ટાઇપ અનુસાર મેકઅપ ટિપ્સ પણ આપે છે. Lakmé Makeup Pro એપને અત્યાર સુધી 5 હજારથી વધુ લોકોને ડાઉનલોડ કરી છે. આ એંડ્રોઇડના 4.0 વર્જન પર કામ કરે છે.

SBI એ પોતાના ગ્રાહકોને આપી ડબલ ભેટ, લોન લેનારાઓને મળશે મોટો ફાયદો


97000 કરોડનું બ્યૂટી માર્કેટ
2018 સુધી ભારતનું બ્યૂટી એન્ડ પર્સનલ કેર માર્કેટ 97100 કરોડ રૂપિયાનું થઇ ચૂક્યું છે. તેમાં કલર્ડ કોસ્મેટિક લગભગ 8000 કરોડ રૂપિયાનું છે. તો બીજી તરફ સ્કીન કેરની 12500 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. રિસર્ચ ફર્મના અનુસાર 2022 સુધી કલર્ડ કોસ્ટમેટિકનું માર્કેટ 17.4 ટકા સુધી તેજી સાથે વધશે. તો બીજી તરફ સ્કીન કેર માર્કેટનું 104 ટકાના દરથી વધારાનું અનુમાન છે. આ રીતે લેક્મેનું વર્ચસ્વ માર્કેટ પર બની રહેશે.