આ વર્ષે સેંસેક્સ થશે 40 હજારને પાર! અહીં મળશે મોટા રિટર્ન, આ શેરોમાં કરો રોકાણ
Trending Photos
મુંબઇ: શેર બજારની ચાલ હાલમાં થોડી ડગમગી ગયેલી છે. સતત સારી બઢત લીધા બાદ બજાર ફરી સરકી જાય છે. બુધવારે પણ બજારમાં મોટા ઘટાડો જોવા મળે છે. સેંસેક્સ 260 પોઇન્ટ સુધી તુટી ગયો છે. તો બીજી તરફ નિફ્ટી પણ 11600ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ, આ વર્ષે નિફ્ટી 12300ના સ્તર સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ સેંસેક્સ પણ લાંબી છલાંગ લગાવતાં 40700 ના સ્તરને અડક્યો છે. આ અનુમાન એપિક રિસર્ચના સીઇઓ મુસ્તફા નદીમનું છે. તેમનું માનવું છે કે લાંબા ગાળામાં બજારથી સારું રિટર્નની આશા છે.
ક્યાં બનશે પૈસા
એપિક રિસર્ચના અનુસાર, બેકિંગ, આઇટી, યૂટિલિટી અને હોટલ ઇંડસ્ટ્રીના શેરોમાં સારું રિટર્ન મળવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીના કારણે થોડી અસ્થિરતા જરૂર આવશે, પરંતુ લાંબાગાળામાં આ સેક્ટર્સ સારું રિટર્ન આપી શકે છે.
મોંઘવારી ભટકાવશે ધ્યાન
રોકાણ માટે સૌથી વધુ સતર્ક પહેલૂ મોંઘવારી છે. એપિક રિસર્ચનું માનવું છે કે નાની અવધિમાં મોંઘવારી દર બજારને પ્રભાવિત કરી શકે છે. સાથે જ અમેરિકા ફેડરલ રિઝર્વના વ્યાજદરોને લઇને વલણ પણ બજાર પર અસર નાખશે. આ ઉપરાંત રૂપિયાની ચાલ પ્ણ રોકાણકારોનું નજર રહેશે. રૂપિયાની મજબૂતીથી બજારમાં બહાર આવવાની આશા છે. પરંતુ, ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો બજારને પ્રભાવિત કરી શકે છે.
ત્રિમાસિક પરિણામો પર હશે નજર
એક તરફ લોકસભા ચૂંટણીના પરિણામો પર બજારની નજર રહેશે તો બીજી તરફ ચોથી માસિકના પરિણામો પલટી શકે છે. જોકે મોટાભાગના એક્સપર્ટ્સનું માનવું છે કે કંપનીઓના પરિણામ સારા આવવાનું અનુમાન છે. તેનાથી બજારને સારો સપોર્ટ મળશે. વિદેશી રોકાણકારો માટે પણ આ બંને પાસા મહત્વપૂર્ણ છે. તેના લીધે બજારમાં તેજી રહી શકે છે.
ઘટાડામાં ખરીદીની સલાહ
નિફ્ટી હાલ 11600ની આસપાસ છે. પરંતુ આગામી બે ત્રિમાસિકમાં તેમાં 12100 સુધી જવાની આશા છે. ચૂંટણીના લીધે થોડી અસ્થિરતા જરૂર રહેશે. ટૂંકાગાળામાં બજારમાં થોડો ઘટાડો પણ આવી શકે છે. પરંતુ રોકાણકારોને ધૈર્ય રાખવું પડશે અને ઘટાડામાં જ ખરીદી કરવી પડશે. તેનો લાભ લાંબા ગાળામાં મળશે. આ જ સ્થિતિ સેંસેક્સમાં પણ રહેશે. સેંસેક્સ 39 હજારને અડકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ટૂંક સમયમાં આ પણ 40 હજારની પાર નિકળી શકે છે.
રૂપિયો પણ થઇ રહ્યો છે મજબૂત
સતત ત્રણ દિવસ ધટાડા બાદ ગત બે દિવસોમાં રૂપિયો 49 પૈસા મજબૂત થયો છે. 1 ડોલરની કિંમત 69.18 સુધી પહોંચી ગયો છે. રૂપિયામાં પણ રોકાણ કરતાં વધુ રિટર્ન મળવાની આશા છે. આગળ પણ રૂપિયામાં મજબૂતીના અણસાર છે. ચૂંટણી બાદ રૂપિયો સારી તેજી બતાવી શકે છે.
કયા શેર ચમકશે
એપિક રિસર્ચ અનુસાર, બેકિંગ સેક્ટરમાં રોકાણ કરવા માટે આઇસીઆઇસીઆઇ બેંક, આરબીએલ બેંક અને યસ બેંક સારા વિકલ્પ છે. અહીં સારું રિટર્ન મળવાની આશા છે. તો બીજી તરફ આઇટી સેક્ટરમાં રોકાણ કરનારાઓ માટે ઇંફોસિસ, HCL માં સારા પૈસા બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે