SBI એ પોતાના ગ્રાહકોને આપી ડબલ ભેટ, લોન લેનારાઓને મળશે મોટો ફાયદો

દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પોતાના ગ્રાહકોને મોટી આપી છે. આરબીઆઇના રેપો રેટમાં ઘટાડા બાદ બેંકે લોનના દરમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆર અને હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 10 એપ્રિલથી લાગૂ થશે. બીજી તરફ સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે.
SBI એ પોતાના ગ્રાહકોને આપી ડબલ ભેટ, લોન લેનારાઓને મળશે મોટો ફાયદો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પોતાના ગ્રાહકોને મોટી આપી છે. આરબીઆઇના રેપો રેટમાં ઘટાડા બાદ બેંકે લોનના દરમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆર અને હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 10 એપ્રિલથી લાગૂ થશે. બીજી તરફ સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે.

MCLR, હોમ લોન દરમાં કર્યો ઘટાડો
બેંકે બધા સમયગાળા એમસીએલઆરના દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. તો બીજી તરફ 3.0 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજના દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. 30 લાખ સુધી હોમ લોન પર નવા વ્યાજ દરની રેંજ 8.60 ટકાથી લઇને 8.90 ટકા સુધી હશે. પહેલા આ રેંજ 8.70 ટકાથી 9.00 ટકા સુધી હતી.  

સેવિંગ રેટમાં પણ કર્યો ફેરફાર
બેંકે લોનને રેપો રેટથી પણ લિંક કર્યું છે. જેથી એસબીઆઇએ સેવિંગ રેટમાં પણ ફેરફાર કર્યો છે. 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર હવે 3.50 ટકાના દરથી વ્યાજ મળશે. તો બીજી તરફ 1 લાખથી ઉપરના બેલેન પર વ્યાજ દર 3.25 ટકા હશે. આ નવા દર 1 મે 2019થી લાગૂ થશે. 

HDFC બેંકે પણ કર્યો ઘટાડો
આ પહેલાં પ્રાઇવેટ સેક્ટરના મોટી બેંક HDFC એ પણ સોમવારે MCLR માં 5-10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ઘટાડા બાદ નક્કી કરવામાં આવેલા દર 8 એપ્રિલથી લાગૂ થઇ ગઇ છે. એચડીએફસી બેંકના ફેંસલબા બાદ હોમ લોન, ઓટો લોન લેવી સસ્તી થઇ જશે. 

કેટલો થયો ઘટાડો
HDFC બેંકે MCLR માં 0.05-0.10 ટકાનો ઘટાડો કર્યો છે. HDFC બેંકે 1 વર્ષની લોન પર MCLR 8.75 ટકાથી ઘટીને 8.70-8.65 ટકા કરી દીધો છે.  બેંકના મોટાભાગની લોન આ સમયગાળાની વ્યાજ દરથી જોડાયેલા હોય છે. આ ઉપરાંત બેંકે છ મહિના, ત્રણ મહિના અને એક મહિનાના એમસીએલઆરને ઘટાડીને  8.50-45 ટકા, 8.40-35 ટકા અને 8.30 ટકા કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news