નવી દિલ્હીઃ તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે ઓટોમોબાઈલ કંપનીઓએ પણ નવી કાર અને બાઈકનું લોન્ચિંગ શરૂ કરી દીધું છે. બુધવારે ટાટા મોટર્સ દ્વારા તેની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ સેડાન ટિગોર (Tigor)નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરાયું છે. દિલ્હીમાં તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત રૂ.5.20 લાખથી શરૂ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારના ટોપ મોડલની કિંમત રૂ.7.38 લાખ છે. આપને જણાવી દઈએ કે ટાટા મોટર્સે એક વર્ષ પહેલાં ટિગોર લોન્ચ કરી હતી અને તેના નવા વર્ઝનનું છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગ ચાલતું હતું. 


નવી ટાટા ટિગોરની વિશેષતાઓ



ટાટાની નવી ટિગોરમાં ડ્યુ્લ એરબેગ ઉપરાંત 6.5 ઈન્ટની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં ડબલ બેરલ હેડલેમ્પ્સની સાથે પ્રોજેક્ટર લાઈટ્સ પણ આપવામાં આવી છે. એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ અને EBDની સાથો કોર્નર સ્ટેબિલિટી કન્ટ્રોલ, સિટબેલ્ટ રિમાઈન્ડર વગેરે ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. નવી ટિગોર અગાઉ કરતાં વધુ મજબુત છે અને તેમાં હાઈ સ્ટ્રેન્થ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. 


એક્સ્ટિરિયર પણ છે કંઈક અલગ



નવી ટિગોર કારના એક્સ્ટિરિયરની વાત કરીએ તો તેમાં ડાયમંડ આકારની ક્રોમ વર્ક ધરાવતી ફ્રન્ટ ગ્રીલ આપવામાં આવી છે. તેના એસી વેન્ટ્સ અને ઈન્પોટેનમેન્ટ સિસ્ટમને પણ ક્રોમ ફિનિશ આપવામાં આવ્યું છે. 


નવી Tigorનું એન્જિન 
ટાટાએ પોતાની નવી ટિગોરના પેટ્રોલ વર્ઝનમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 84 બીએચપીનો પાવર આપે છે. ડીઝલ એન્જિન 1.05 લીટરનું છે, જે 69બીએચપી પાવર જનરેટ કરે છે.


ટીગોરના સ્ટાન્ડર્ડ મોડલમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયર આપવામાં આવ્યા છે. જોકે, પેટ્રોલ વર્ઝનમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. 



નવી ટાટા Tigorના વિવિધ વિરઅન્ટ્સની દિલ્હીમાં એક્સ શો-રૂમ કિંમત 
Tata Tigor XE (પેટ્રોલ) - રૂ.5.20 લાખ
Tata Tigor XM (પેટ્રોલ) - રૂ.5.55 લાખ
Tata Tigor XZ (પેટ્રોલ) - રૂ.5.95 લાખ
Tata Tigor XZ+ (પેટ્રોલ) - રૂ.6.49 લાખ
Tata Tigor XZA (પેટ્રોલ) - રૂ.6.65 લાખ


Tata Tigor XE (ડીઝલ) - રૂ.6.09 લાખ
Tata Tigor XE (ડીઝલ) - રૂ.6.41 લાખ
Tata Tigor XZ (ડીઝલ) - રૂ.6.84 લાખ
Tata Tigor XZ+ (ડીઝલ) - રૂ.7.38 લાખ